ચૈન્નાઇમાં 48.1 ફૂટ ઉંચા ગોલુનું રેકોર્ડ બ્રેક નિર્માણ

ભારતના અલગ-અલગ ખૂણે નવરાત્રિના પર્વમાં અલગ-અલગ પરંપરાઓ હોય છે. જેમ ગુજરાતમાં મા અંબાનો ગબ્બર સજાવવામાં આવે છે એમ સાઉથ ઇન્ડિયામાં માતાજીનું ગોલુ સજાવવામાં આવે છે.…

ભારતના અલગ-અલગ ખૂણે નવરાત્રિના પર્વમાં અલગ-અલગ પરંપરાઓ હોય છે. જેમ ગુજરાતમાં મા અંબાનો ગબ્બર સજાવવામાં આવે છે એમ સાઉથ ઇન્ડિયામાં માતાજીનું ગોલુ સજાવવામાં આવે છે. તામિલનાડુના ચેન્નઈમાં આવેલા એક મોલમાં ઊંચા ગોલુની રચના કરવામાં આવી હતી. એમાં પગથિયાં જેવી રચના કરીને એના પર માતાજીને ઢીંગલીઓના સ્વરૂૂપમાં શણગારવામાં આવે છે જેને ગોલુ ડોલ્સ કહેવાય છે. ગઈ કાલે ચેન્નઈના મોલમાં 48.1 ફુટ ઊંચા ગોલુનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમાં લગભગ 4500 ગોલુ ઢીંગલીઓ મૂકવામાં આવી હતી. આ રચનાએ 2012માં બનેલા 36.4 ફુટ ઊંચા ગોલુનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.