લોકો કોમેન્ટમાં બુઢ્ઢો કહે છે, KBCના મંચ પર અમિતાભનું દર્દ છલકાયું

બોલિવૂડના ’સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોડી રાત્રે પોતાના વિચારો શેર કરવાના હોય, જૂની તસવીરો પોસ્ટ કરવાની હોય…

બોલિવૂડના ’સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોડી રાત્રે પોતાના વિચારો શેર કરવાના હોય, જૂની તસવીરો પોસ્ટ કરવાની હોય કે ફેન્સનો આભાર માનવાનો હોય-અમિતાભ બચ્ચન અવારનવાર પોતાના વિચારો ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરતા રહે છે. પરંતુ દુનિયાભરમાં કરોડો લોકોના દિલ પર રાજ કરનારા આ દિવંગત કલાકારને પણ ઇન્ટરનેટની કડવાશ અને નેગેટિવિટીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર તેમણે ઓનલાઇન ટ્રોલિંગ અને અપ્રિય ટિપ્પણીઓ પર ખુલ્લીને વાત કરી અને પોતાનું દર્દ વ્યક્ત કર્યું.સ્પર્ધકના સવાલનો જવાબ આપતા અમિતાભ બચ્ચને પ્રામાણિકતાથી પોતાનો અનુભવ શેર કર્યો.

તેમણે સ્મિત સાથે કહ્યું કે લોકો વિચારે છે કે અમે મોટા કલાકાર છીએ તો અમને ટ્રોલિંગથી કોઈ ફેર નથી પડતો, પરંતુ સત્ય એ છે કે શબ્દો દરેક માણસને વાગે છે. બિગ બીએ જણાવ્યું, જ્યારે હું કોઈ પોસ્ટ મૂકું છું, ત્યારે કોમેન્ટ સેક્શનમાં લોકો અજીબોગરીબ વાતો લખે છે. ઘણા લોકો તો સીધી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને કહે છે કે ‘આ બુઢ્ઢો આવી રીતે કેમ બોલે છે?’, ‘હવે તમારી ઉંમર થઈ ગઈ છે, શાંત બેસો.’ આ પ્રકારની વાતો સાંભળીને દિલને ઠેસ તો પહોંચે જ છે. અમિતાભ બચ્ચને આગળ ખુલાસો કરતા કહ્યું કે સતત મળતી આ પ્રકારની કડવી અને નકારાત્મક ટિપ્પણીઓના કારણે જ હવે તેમણે સોશિયલ મીડિયા પર પહેલાની સરખામણીએ ઓછી પોસ્ટ કરવાનું શરૂૂ કરી દીધું છે.