Site icon Gujarat Mirror

UP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારી

 

સ્મૃતિ મંધાના અને ગ્રેસ હૈરિસ વચ્ચેની શાનદાર ભાગીદારીના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) યુપી વોરિયર્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે, RCB એ મહિલા પ્રીમિયર લીગ (WPL) ટાઇટલ મેચ માટે ક્વોલિફાય કર્યું, જ્યારે UP વોરિયર્સની સફર લગભગ સમાપ્ત થઈ ગઈ છે. જોકે UP એ ગ્રુપ સ્ટેજમાં હજુ એક મેચ બાકી છે. UP એ દિપ્તી શર્માની અડધી સદી સાથે 20 ઓવરમાં 8 વિકેટ 143 રન બનાવ્યા. જવાબમાં RCB એ 41 બોલ બાકી રહેતા બે વિકેટે 147 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ગ્રેસ હૈરિસ અને સ્મૃતિ મંધાનાએ RCB માટે મજબૂત શરૂૂઆત આપી હતી. પ્રથમ વિકેટ માટે સદી ભાગીદારી પૂર્ણ કરી. બંને બેટ્સમેનોએ UP વોરિયર્સના બોલરોને મુશ્કેલીમાં મુક્યા. હૈરિસ પણ પોતાની અડધી સદી પૂર્ણ કરી અને ઝડપથી સદી તરફ આગળ વધી રહી હતી. જોકે, શિખા પાંડેએ હૈરિસને આઉટ કરીને ભાગીદારી તોડી. હૈરિસ 37 બોલમાં 75 રન બનાવી આઉટ થઈ જેમાં 13 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. હૈરિસ અને મંધાનાએ પ્રથમ વિકેટ માટે 108 રન ઉમેર્યા.

હૈરિસના આઉટ થયા પછી મંધાનાએ બાજી સંભાળી અને ઝડપથી રન બનાવ્યા હતા. મંધાનાએ પણ પોતાની અડધી સદી પૂરી કરી પરંતુ આરસીબી વિજય મેળવે તે પહેલાં તેણે જ્યોર્જિયા વોલની વિકેટ ગુમાવી જે 15 બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગઈ, જેમાં તેણે બે ચોગ્ગા ફટકાર્યા. મંધાના 27 બોલમાં 54 રન બનાવીને અણનમ રહી જેમાં તેણે આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. યુપી માટે શિખા પાંડે અને આશા શોભાનાએ એક-એક વિકેટ લીધી.

યુપી માટે દીપ્તિ શર્મા અને મેગ લેનિંગે ઇનિંગ્સની શરૂૂઆત કરી. બંને બેટ્સમેનોએ મજબૂત શરૂૂઆત આપી અપાઈ અને પ્રથમ વિકેટ માટે 74 રન ઉમેર્યા. ડી ક્લાર્ક દ્વારા લેનિંગને આઉટ કરી આ ભાગીદારી તોડી. લેનિંગ 30 બોલમાં 41 રન બનાવીને આઉટ થઈ, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ એમી જોન્સ એક રન બનાવીને આઉટ થઈ. હરલીન દેઓલ પણ મોટી ઇનિંગ રમી શકી નહીં, 14 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.

યુપી વોરિયર્સની ઇનિંગ્સ સારી શરૂૂઆત બાદ ડગમગી ગઈ હતી. ડી ક્લાર્કના નેતૃત્વમાં શાનદાર બોલિંગ પ્રદર્શનને કારણે આરસીબીએ વાપસી કરી. 70+ રન પર અણનમ રહેતી યુપીની પાંચ વિકેટ 122 રનમાં ગુમાવી દીધી. ક્લો ટ્રાયન છ અને શ્વેતા સેહરાવત સાત રન બનાવીને આઉટ થઈ ગઈ. દીપ્તિ શર્મા, જોકે અડધી સદી સુધી પહોંચી શકી હતી, પણ 43 બોલમાં 55 રન બનાવીને આઉટ થઈ ગઈ, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. થોડી જ વારમાં સોફી એક્લેસ્ટોન કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગઈ. સિમરન શેખે 10 રન બનાવ્યા. આરસીબી તરફથી નાદીન ડી ક્લાર્કે ચાર વિકેટ લીધી, જ્યારે ગ્રેસ હેરિસે બે વિકેટ લીધી અને લોરેન બેલ અને શ્રેયંકા પાટીલે એક-એક વિકેટ લીધી.

Exit mobile version