Site icon Gujarat Mirror

રાપરના સરકારી શાળાના આચાર્ય પર હુમલાથી ચકચાર

રાપરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ઉપર શાળામાં જ કરાર આધારિત કામ કરનારા શખ્સે ઇન્ટરનેટ મુદ્દે હુમલો કર્યો હતો. રાપરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ફરિયાદી હીરા કાનાભાઇ વાજા ગઇકાલે સવારે શાળામાં પોતાની કચેરીએ હતા, જ્યારે તેમની પાસે વોકેશનલ ટ્રેનર ઇલેક્ટ્રિક એન્ડ હાર્ડવેર વિષયના કરાર આધારિત કર્મી એવો આરોપી હેમલ તુલસીદાસ કારિયા આવ્યો હતો અને ઓફિસમાં નેટ કેમ ચાલતું નથી, તેમ કહેતાં ફરિયાદીએ જીસ્વાન કનેક્ટિવિટી નહીં હોય.

થોડીવારમાં આવી જશે તેમ કહેતાં આ આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને ઓફિસમાં લીમડા કાપવા રાખેલ ધારિયું ઉપાડી ફરિયાદીને મારવા જતાં તેમણે હાથથી ધારિયું પકડી લીધું હતું, જેમાં તેમને આંગળીઓમાં ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન આ શખ્સે આચાર્યને માર માર્યો હતો. ફરિયાદીએ રાડારાડ કરતાં અન્ય શિક્ષકોએ આવીને તેમને છોડાવ્યા હતા. બનાવ અંગે પોલીસે જુદી-જુદી કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version