Site icon Gujarat Mirror

દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર, પ્રસુતિ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે

સગીરા બાળકને જન્મ આપે તેના કરતા ગર્ભપાતમાં વધુ જોખમ હોવાનો રીપોર્ટ

વડોદરાની એક દુષ્કર્મ પીડિત સગીરા ગર્ભવતી બનતા 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સગીરાના મેડિકલ રિપોર્ટમાં ગર્ભપાત કરવામાં જોખમ રહેલું હોય કોર્ટે ગર્ભપાતની અરજી નામંજૂર કરી છે. સગીરાની ડિલિવરની ખર્ચ અને બાળકના જન્મ બાદ માતા અને બાળકનો 6 મહિના સુધીનો ખર્ચ રાજ્ય સરકાર આપશે.

વડોદરાથી એક દુષ્કર્મ પીડિત સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સગીરા ગર્ભ રાખવા માંગતી નથી. જેથી તેને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. ગુજરાત હાઇકોર્ટે આ અરજી મુદ્દે વડોદરાની જજૠ હોસ્પિટલના મેડિકલ બોર્ડને 11 માર્ચના રોજ સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા.જેનો રીપોર્ટ આજે કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. જે સગીરાના ગર્ભપાતના પક્ષમાં નહોતો.

રિપોર્ટ મુજબ સગીરાના ગર્ભપાતમાં જોખમ રહેલું છે, આ જોખમ તે બાળકને જન્મ આપે તેના કરતા વધુ છે. વળી જો બાળક જીવતું જન્મે તો શ્વસનમાં તકલીફ અને હેમરેજ જેવી સમસ્યા સર્જાઈ શકે છે. જેથી તેને વેન્ટિલેટર ઉપર રાખવું પડી શકે તેમ છે. જેથી ગુજરાત હાઇકોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી નથી.
ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે સગીરાને બાળકને જન્મ આપવામાં હોસ્પિટલ દ્વારા પૂરતી કાળજી સાથે મદદ કરવામાં આવે. બાળકના જન્મ બાદ સગીરાની ઈચ્છા જાણીને તેને ચાઈલ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવે. જો સગીરા પરિવાર સાથે રહેવા માણતી ન હોય તો તેને નારી સંરક્ષણ ગ્રુહમાં મૂકવામાં આવે.
સગીરાની ડિલિવરીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. તેમજ ત્યારબાદ છ મહિના સુધી બાળક અને સગીરાની દેખરેખનો ખર્ચ પણ રાજ્ય આપશે. સગીરાને વ્યવસાયની તાલીમ આપવામાં આવે.

સગીરાને ભણતર માટે ડિસ્ટ્રિક્ટ સર્વિસ ઓથોરિટી નિર્ણય લે. આ સમગ્ર પ્રક્રિયા ઉપર ઉકજઅના સેક્રેટરી નિરીક્ષણ કરશે.
14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 28 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કરતાં ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ કેસમાં સગીર પીડિતાને ગર્ભપાતમાં જીવનું જોખમ રહેલું છે અને બીજી તરફ ગર્ભસ્થ શિશુને પણ જીવનનો અધિકાર છે. તેથી ઉક્ત સંજોગોમાં કોર્ટનો ન્યાયિક અંતરાત્મા બે જીવોને જોખમમાં મૂકતો આદેશ પસાર કરવા તૈયાર નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય એમ નથી.

Exit mobile version