Site icon Gujarat Mirror

ધૂરંધર-2 રિલીઝ પહેલાં જ રણવીર સિંહને મળી ધમકી

વોટ્સએપ પર ધમકી મળતાં ઘરની બહાર સુરક્ષામાં વધારો

બોલિવૂડ અભિનેતા અંગે એક ગંભીર ઘટના સામે આવી છે. તેમની આગામી ફિલ્મ ધુરંધર 2 ની રિલીઝ પહેલા જ તેમને વોટ્સએપ મારફતે ધમકી મળ્યાનું જાણવા મળ્યું છે. આ ધમકી વોઇસ નોટ સ્વરૂૂપે મોકલવામાં આવી હતી, જેમાં કરોડો રૂૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. આ ઘટના બાદ રણવીર સિંહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ખીળબફશ ઙજ્ઞહશભય એ તરત કાર્યવાહી શરૂૂ કરી અને તેમના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.

પોલીસનું કહેવું છે કે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકના જુહુ સ્થિત ઘરની બહાર થયેલી ગોળીબારની ઘટનાના થોડા સમય બાદ રણવીર સિંહને આ ધમકી મળી હતી. અજાણ્યા વ્યક્તિએ સીધી ધમકી આપતી વોટ્સએપ વોઇસ નોટ મોકલી હતી, જેના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રહે છે તે સોસાયટીના રહેવાસીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે. વધેલી સુરક્ષા કારણે રોજિંદા જીવન પર અસર પડી રહી હોવાની વાત સામે આવી છે. સોસાયટી વહીવટીતંત્રે આ મુદ્દે પોલીસને લેખિતમાં પોતાની વાત રજૂ કરી છે.

Exit mobile version