Site icon Gujarat Mirror

વ્યાજખોરોની ખો કાઢવા રેન્જ IG નિર્લિપ્ત રાયનો બુધ-ગુરુ લોકદરબાર

દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના લોકોની ખુલ્લા મને રજૂઆત સાંભળવા ખુદ IG મેદાનમાં

રાજકોટ પોલીસ રેન્જ હેઠળના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને વ્યાજખોરી અને અનધિકૃત ધિરાણકારો (લોનશાર્ક્સ)ના શોષણથી રક્ષણ આપવા માટે વિશેષ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય (ઈંઙજ), નાયબ પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે.

વ્યાજખોરીના પીડિત નાગરિકોને તેમની ફરિયાદો સીધી આઈજી સાહેબ સમક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી છે. પોલીસ વિભાગે નાગરિકોના હિતમાં આ પહેલ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અનૈતિક વ્યાજખોરોને કોઈપણ કિંમતે છૂટ નહીં મળે. આ કાર્યક્રમ તારીખ: 01 અને 02 એપ્રિલ, 2025 ના રોજ સાંજે 4 થી 6 દરમિયાન આઈ જી ઓફિસ, જામનગર રોડ, રાજકોટ ખાતે યોજાશે.

પોલીસ વિભાગે લોકદરબારમાં હાજર રહેવા તમામ વ્યાજખોરી પીડિતોને અપીલ કરી છે. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને તેમની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ મળે તેવી આશા છે. આ પ્રકારની પહેલથી રાજકોટ રેન્જમાં વ્યાજખોરી અને અનૈતિક ધિરાણના મામલાઓ પર કડક કાર્યવાહી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
વ્યાજખોરી અને લોનશાર્ક્સ વિરુદ્ધ લોકદરબારનું આયોજન કરીને ચર્ચામાં આવેલા રાજકોટ રેન્જ આઈજી શ્રી નિર્લિપ્ત રાય (IPS) ગુજરાત પોલીસમાં પ્રામાણિકતા, કડકતા અને નીડરતાના પ્રતીક તરીકે જાણીતા છે. 2010 બેચના આ અધિકારીએ અમરેલી, સુરત, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં સેવા આપી છે અને અનેક વખત પોતાની કાર્યશૈલીથી વખાણ કેળવ્યા છે.

બૂટલેગિંગ અને અનૈતિક વ્યવસાયો વિરુદ્ધ સખત અભિયાન રાજ્ય મોનિટરિંગ સેલ (SMC)માં SP તરીકે તેમણે ગેરકાયદેસર દારૂૂના ટેન્કરો પર ધરપકડ અને રેડનો ધમાકેદાર સિલસિલો ચલાવ્યો હતો. માત્ર 20 દિવસમાં જ પાંચથી વધુ દારૂૂના ટેન્કરો પકડાયા હતા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં અનેક રેડ કરીને લાખો રૂૂપિયાનો દારૂૂ જપ્ત કર્યો હતો. આ અભિયાનથી બૂટલેગિંગના ધંધા પર મોટો પ્રહાર થયો હતો.

વ્યાજખોરો દેવાદારોના ઘૂંટણિયે, નિર્લિપ્ત રાય પાસે ન જતા !
નિર્લિપ્ત રાય સાહેબની કાર્યશૈલી જાણીતી છે કોઈ સમાધાન નહીં, કાયદાનું શાસન જ. તેમના રાજકોટ રેન્જમાં આવ્યા બાદ જ ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ જામનગરમાં માત્ર બે કલાકમાં 72 બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આવી જ કડકતા હવે વ્યાજખોરી પર પણ દેખાશે. હાલમાં મસમોટું વ્યાજ વસુલતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે કે તેમના બાકીદારો સાહેબને જઈને અરજી કરશે તો તેની ફિલ્ડિંગ અને સર્વિસ સેટ થઇ જશે. જેથી ભાઈસાબ બાપલીયા કરીને તેમને મનાવી રહ્યા છે. અમરેલી, સુરત, જખઈ જેવા પોસ્ટિંગમાં તેમણે બૂટલેગિંગ, માફિયા અને અનૈતિક વ્યવસાયો વિરુદ્ધ સખત અભિયાન ચલાવ્યા છે.

Exit mobile version