રણબીર કપૂરની ‘રામાયણ’ની વૈશ્ર્વિક કમાણી 1616 કરોડને પાર

રણબીર કપુર-યશની ફિલ્મ રામાયણ બોક્સ ઓફિસમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે અને આ ફિલ્મ રિલીઝ થયાના 17માં દિવસે સમગ્ર વિશ્વમાં રૂૂપિયા 1600 કરોડથી વધારે કમાણી…

રણબીર કપુર-યશની ફિલ્મ રામાયણ બોક્સ ઓફિસમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે અને આ ફિલ્મ રિલીઝ થયાના 17માં દિવસે સમગ્ર વિશ્વમાં રૂૂપિયા 1600 કરોડથી વધારે કમાણી કરી લીધી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે રામાયણ-પાર્ટ 1 રિલીઝ થઈ તેના 17માં દિવસે ભારતમાં તેણે રૂૂપિયા 27 કરોડથી વધારે કમાણી કરી છે. અલબત નેટ કલેક્શન રૂૂપિયા 906 કરોડ અને ગ્રોસ કલેક્શન રૂૂપિયા 1083 કરોડ પહોંચી ગયું છે.

વિવિધ ભાષા પ્રમાણે ફિલ્મની કમાણી જોઈએ તો સૌથી વધારે કમાણી હિન્દી વર્ઝનમાં થઈ છે. હિન્દી ભાષામાં આ ફિલ્મએ કૂલ 13353 શો કર્યા છે અને રૂૂપિયા 20.25 કરોડની કમાણી કરી છે, બીજા ક્રમે મલિયાલમ વર્ઝન છે, જેમાં કૂલ 838 શોમાં 2.75 કરોડની કમાણી થઈ છે, તમિલ વર્ઝનમાં 601 શો મારફતે રૂૂપિયા 2 કરોડની તથા તેલુગુ વર્ઝનમાં 448 શો મારફતે રૂૂપિયા 75 લાખનું કલેકશન મળ્યું છે.

વિદેશી બજારોમાં ફિલ્મના પર્ફોમન્સ સારું રહ્યું છે. ફિલ્મ રિલીઝ થઈ તેના 17માં દિવસે આ ફિલ્મએ ઓવર્સિસ માર્કેટ એટલે કે વિદેશી બજારોમાં રૂૂપિયા 10 કરોડની કમાણી કરી છે અને તે સાથે જ વિદેશમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન રૂૂપિયા 533 કરોડ થયું છે, અલબત ભારત અને વિદેશીમં કૂલ સમગ્ર વિશ્વમાં કમાણીનું પ્રમાણ રૂૂપિયા 1616.70 કરોડ થયું છે.