ગુજરાત
રાજકોટ ‘માનસ’ પર અદ્ભુત ‘સદ્ભાવના’ સાથે રામકથાનો વિરામ
ાા હરિ અનંત હરિ કથા અનંતા, કહહિં સુનહિં બહુબિધિ સબ સંતા ાા
રાજકોટના આંગણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ સમા’ દિવ્ય આયોજનનો લહાવો લઇ ધન્યતા અનુભવતા ભાવિકો
રાજકીય અગ્રણીઓ, નામાંકિત ઉદ્યોગકારો, ઇન્ડસ્ટ્રયાલિસ્ટો, વેપારીઓ, પ્રબુદ્ધ નાગરિકો, સેવાકીય, શૈક્ષણિક સામાજિક સંસ્થા સહિતના વિવિધ અગ્રણીઓએ તન-મન-ધનથી સેવા આપી સત્કાર્યમાં સહભાગી બન્યા
સત્ય,કરૂૂણા, પ્રેમની ભાવનાને સાકાર કરનાર સદભાવના વૃધ્ધાશ્રમ ધ્વારા વડીલો અને વૃક્ષોના જતન માટે આકાર લઈ રહેલા નવનિર્મિત વૃધ્ધાશ્રમના લાભાથે રાજકોટના આંગણે બાર વર્ષના લાબા ગાળા બાદ મોરારિ બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથા ’માનસ સદભાવના’ નું આયોજન કરવામાં આવ્યું,આ વૈશ્વિક રામકથામાં સંતો-મહંતોની પધરામણી થઈ અને રામકથાનું રસપાન કરવા દેશ-દેશાવરથી ભાવિકો પધાર્યા તો આ સેવાયજ્ઞના ઉમદા આશયથી થયેલ ભક્તિસભર આયોજનમાં જન-જન જોડાઈ ઉત્સાહપૂર્વક જોડાયા અને તન-મન અને ધનથી માનવ સમુદાય ધ્વારા સેવારૂૂપી સાંકળ રચાઈ ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમ ધ્વારા છેલ્લા આઠ વર્ષથી નિરાધાર, અશક્ત વડીલોની સારસંભાળ અને વૃક્ષોના વાવેતર અને જતનની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ બળદ આશ્રમ, શ્વાન આશ્રમ, પાણીનું પરબ, નહિ નફો કે નહિ નુકસાનના ધોરણે સદભાવના વૃધ્ધાશ્રમ મેડીકલ સ્ટોર કે જયા માત્ર સેવાના ભાવથી પડતર કિંમતે દવાઓ મળે છે. ત્યારે સેવાના આ ફલકને વિસ્તારવા સદભાવના વૃધ્ધાશ્રમ ધ્વારા ’વસુધૈવ કુટુમ્બકં’ની ભાવનાને સાકાર કરી રાજકોટની ભાગોળે ફાઈવસ્ટાર હોટલને પણ ટકકર મારે તેવો વૃધ્ધાશ્રમ આકાર લઈ રહયો છે.
તેમજ સદભાવના વૃધ્ધાશ્રમનું ભારતને ગ્રીન ભારત બનાવવાનું મહત્વકાંક્ષી સ્વપ્ન છે અને આગામી સમયમાં 151 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પને સાકાર કરવાની નેમ સાથે ભારત લીલુછમ (ગ્રીન ભારત) થાય તે દિશામાં કાર્ય કરી રહયું છે.
ત્યારે ’માનસ સદભાવના’ કથામાં મોરારિ બાપુએ વૃક્ષોનો મહિમા ગાન કરતાં જણાવ્યું કે બુધ્ધત્વ હંમેશા વૃક્ષ નીચે પ્રગટે છે. તેમણે ઉમેર્યું કે પાંડુરંગ શાસ્ત્રીજીએ ગામડે-ગામડે અલગ વન તૈયાર કરાવ્યા અને પહેલી વખત વૃક્ષમંદિર જેવો શબ્દ આપણને આપ્યો. વધુમાં બાપુએ જણાવેલ કે પ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો અને તેને ક્યારેય કાપો નહી.શંકરાચાર્યની પરંપરામાં પણ વટ વૃક્ષનો મહિમા છે ત્યાં વટ વૃક્ષ નીચે વૃધ્ધો ગુરૂૂજીના શબ્દોનું શ્રવણ કરી રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે વન અને જંગલમાં ફેર છે. વનમાં શરણગતિ અને સાધના થાય છે જયારે જંગલમાં શિકાર થાય છે. સીતાજીએ ભગવાનશ્રી રામ સાથે વનમાં જવા વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું હતું કે વનના દેવી અને દેવતાઓ પોતાના સાસુ અને સસરાની જેમ ઘ્યાન રાખશે વૃક્ષોમાં હું પીપળો છું. લીમડાને સૂર્યનું વૃક્ષ કહ્યું, બિલી શિવનું વૃક્ષ છે, તો ચંદન ગણેશનું વૃક્ષ હોવાનું તેમણે જણાવ્યું. વધુમાં મોરારિ બાપુએ જણાવેલ કે જેના મૂળમાં બ્રહમા, ત્વચામાં વિષ્ણુ છે, શાખામાં મહેશ્વર છે, પાંદડે પાંદડે પરમાત્મા છે તેવા વૃક્ષને અમે પ્રણામ કરીએ છીએ.
તેમણે એમપણ કહ્યું કે વૃધ્ધના ચરણમાં બ્રહમા વસે છે, તેમાં પણ વિષ્ણુ અને મહેશ છે માટે વૃક્ષ અને વૃધ્ધને હંમેશા પ્રણામ કરવા જોઈએ.
વૃધ્ધો વિશેની વાત કરતા બાપુએ જણાવેલ કે મોરબીની એક કોલેજના એક વિદ્યાર્થીએ બાપુને ચિઠ્ઠી લખી એક સવાલ પૂછ્યો કે, વૃધ્ધોની સેવા સરળ રીતે કેમ કરી શકાય? ઉત્તર આપતા બાપુએ જણાવેલ કે વૃધ્ધો હાજર હોય ત્યારે એની સેવા કરો, હાજર ન હોય ત્યારે સ્મરણ કરો. એમાં પણ હું ઉમેરુ છું કે યુવાનો વૃધ્ધોના સંરક્ષક બને, પિતા તમારી પાસે ખડેપગે ઉભા રહે છે ત્યારે જરૂૂર પડયે તમે પણ પિતા સમક્ષ ઉભા રહો. આ ઉપરાંત માતા-પિતાને સમર્પિત થાઓ અને કોઈ અપેક્ષા રાખ્યા વગર વૃધ્ધોની અને વૃક્ષોની સેવા કરો એવી ટહેલ બાપુએ પ્રશ્નના જવાબમાં કરી હતી. સમાજમાં એવાં વૃધ્ધો પણ હોય છે કે જેને કોઈ સંતાનો જ ન હોય, સંતાનો હોય પણ પછીથી સંતાનનિહોણા થયાં હોય, સંતાનમાં ફક્ત દિકરીઓ જ હોય, આમ આવાં બીજા કારણોસર વૃધ્ધોને એકલવાયું જીવન પસાર કરવું પડતું હોય, તો એના માટે પણ વૃધ્ધાશ્રમો હોય અને એ લોકો માટે વૃધ્ધાશ્રમો વરદાન હોય છે.આઠ વર્ષ પહેલા વિજયભાઈ ડોબરીયાને એક લાચાર વડીલને નિહાળી અંત:સ્ફુરણા થઈ અને સદભાવના વૃધ્ધાશ્રમની સ્થાપના થઈ, અને નિરંતર વડીલોવૃક્ષોની સેવા-સુશ્રુસા ચાલુ રાખી અને સત્કાર્યની આ સુહાસને વધુ પ્રસરાવવા ના પ્રયાસ રૂૂપે આ રાજકોટને આંગણે માનસ સદભાવના રામકથારૂૂપી ’ન ભૂતો, ન ભવિષ્યતેતિ’ ધાર્મિકોત્સવ ઉજવાયો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા વિવિધ સમિતિઓ જેવી કે સંકલન સમિતિ, આરતીપૂજન સમિતિ, સ્વાગત સમિતિ, સંતોનો સંપર્ક તથા આવકાર સમિતિ, કાર્યાલય સમિતિ, ચા-નાસ્તા વ્યવસ્થા સમિતિ, ખરીદી સમિતિ, કથા પ્રસારણ તથા વ્યવસ્થા સમિતિ, અધિકારીઓને નિમંત્રણ વ્યવસ્થા સમિતિ, સિવિલ વર્ક સમિતિ, વાહન વ્યવસ્થા સમિતિ, પાર્કીંગ વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, પ્રાથમિક સારવાર વ્યવસ્થા સમિતિ, સફાઈ વ્યવસ્થા સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ઉતારા વ્યવસ્થા સમિતિ, પ્રચાર-પ્રસાર વ્યવસ્થા સમિતિ, પૂછપરછ સમિતિ, મંડપ સ્ટેજ ડેકોરેશન તથા વ્યવસ્થા સમિતિ, મંડપ વ્યવસ્થા સમિતિ, મિડીયા સમિતિ, સિકયુરીટી સમિતિ વગેરે સહિત 36 સમિતિઓ ને જવાબદારીની સોંપણી કરાઈ હતી.
તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ભોજન-પ્રસાદ લઈ શકે તે માટે રસોડાની વ્યવસ્થા જેમાં 90ડ્ઢ180ના બે ડોમ, 90ડ્ઢ140ના ભોજન શાળા અને સ્ટોર રૂૂમ, ભાઈઓ અને બહેનો માટે ભોજન-પ્રસાદની અલાયદી વ્યવસ્થા, ભાવિકોને અગવડતા ન પડે તે માટે વિવિધ સ્થળે પાર્કિંગ વ્યવસ્થા તેમજ કથાસ્થળે સીનર્જી અને રાજકોટ મહાનગરપાલિકાના તબીબી સ્ટાફથી સજજ મેડિકલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કથા દરમ્યાન ચા ની પરબ, પાણીની પરબ, ડોનેશન માટેની ઓફીસ, કથાસ્થળ ખાતે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગ્રેડની ટીમ ફાયર ગાડી તૈનાત કરવામાં આવી હતી.આ ઉપરાંત ભાવિકોની સુરક્ષા માટે પ્રાઈવેટ સિકયુરીટી, સી.સી.ટીવી કેમેરા, સદભાવના પરિવારના 3000થી વધુ સ્વયંસેવકોએ ગ્રાઉન્ડ પર સતત ખડેપગે રહી વ્યવસ્થા જાળવેલ.તેમજ શહેરના ના નામાંકિત ઉદ્યોગકારો, ઈન્ડસ્ટ્રયાલીસ્ટો, વેપારીઓ, પ્રબુધ્ધ નાગરિકો, સેવાકીયશૈક્ષણિક-સામાજિક સંસ્થાના અગ્રણીઓ પણ કથાના આયોજનમાં તન-મન-ધનથી પોતાની સેવા આપી સ્વયંસેવક તરીકે આ સત્કાર્યમાં સહભાગી બન્યા. આમ રાજકોટના આંગણે રામકથારૂૂપી આ રૂૂડા અવસરને હરખભેર વધાવી ધર્મપ્રેમી જનતાએ રામકથાનું રસપાન કરવાનો લ્હાવો લીધો. અને 50 હજારથી વધુ ભાવિકોના ઘસારા છતાંયે દરરોજ મિષ્ટ અન્ન, ફરસાણ સહિતના વિવિધ મેનુસભર ભોજનપ્રસાદ ને સુંદર વ્યવસ્થા જાળવી, પ્રેમથી પીરસી સ્વયંસેવકો સહભાગી બન્યા હતા.
કથામાં પૂર્ણાહુતિના દિવસે કથાપ્રારંભે તમામ કાર્યકરોના પ્રતિકરૂૂપે દેવાંગભાઈ માંકડ, હિતેશભાઈ દોશી, વિપુલભાઈ પાનેલીયા, કેતનભાઈ પટેલ, શહેરના એ.સી.પી. ભારાઈ મેડમ, કિશોરભાઈ વડોદરીયા (ખોડીયાર રાસમંડળ), પૃથ્વીસિંહ જાડેજા (ઘોઘુભા), માધાપર યુવક મંડળ, અમરભાઈ ભાલોડીયા, જગદીશભાઈ વોરા, નેહલબેન વચ્છરાજાની, દિપકભાઈ સાવલિયા (ગણેશ મંડપ સર્વીસ), હિતેશભાઈ ચૌહાણ, સદગુરૂૂ કેટરર્સના ઈડરવાળા જીતુભાઈ, પ્રતીકભાઈ સોની, પી.આઈ. જણકાત, એલઈડીની સેવા આપનાર જીતુભાઈ અને સમગ્ર ટીમ, વલ્લભભાઈ જીંજાળા, દિનેશભાઈ ડોલરીયા, શૈલેષભાઈ શીગાળા, ની સુંદર સેવા બદલ મોરારિ બાપુના હસ્તે શાલ અર્પણ કરવામાં આવી હતી. સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયાએ તમામ ત્રણ હજાર કાર્યકર્તાઓનો અંત:કરણપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. સભા સંચાલક મિતલભાઈ ખેતાણીએ આ તમામ કાર્યકરો પાયાના પત્થર છે તેમ જણાવી બાપુ પાસે આશિર્વાદ માંગ્યા હતા.
ત્યારે આ ધાર્મિકોત્સવને ભવ્યાતિભવ્ય રીતે સફળ બનાવવા શહેરના તમામ ઉદ્યોગપતિઓ, સામાજિક સેવાકીય સંસ્થાના શ્રેષ્ઠીઓ, રાજકીય મહાનુભાવો, સ્વયંસેવકો, પ્રેસ-મિડીયાના તંત્રીશ્રીઓ- પ્રતિનિધિઓ, ઈલેક્ટ્રોનિકસ મિડીયાના તંત્રીઓ પ્રતિનિધિઓ, શહેરની ધર્મપ્રેમી જનતા તેમજ કથાસ્થળે સુરક્ષાની વ્યવસ્થા સંભાળનાર પોલીસતંત્રનો જાહેર આભાર વ્યકત કરતા અંતમાં સદભાવના વૃધ્ધાશ્રમ પરિવારની યાદીમાં જણાવેલ હતું.
સ્વામી ચિદાનંદ સરસ્વતીએ સદ્ભાવના વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિને અભિનંદન પાઠવ્યા
લાઠી મુકામે મોરારિ બાપુની 909 મી રામકથા માનસ શંકર દરમિયાન પરમાર્થ નિકેતન આશ્રમ,ઋષિકેશના સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ પધારેલા હતા. એ સમયે રાજકોટ – ભાવનગર હાઇ વે પર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વવાયેલા વૃક્ષો અને તેના જતનની કામગીરી જોઈને અત્યંત પ્રભાવિત થયેલા અને ગાડી ઊભી રખાવી નિરીક્ષણ કરીને વિડીયો દ્વારા વૃક્ષનો મહિમા અને સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરીને આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા હતા.
દુનિયામાં ક્યાંય નિ:સંતાન માવતર હોય એને સદ્ભાવનાનું સરનામું આપજો : વિજયભાઈ ડોબરિયા
માનસ સદભાવના કથાના પૂર્ણાહૂતિના દિવસે સદભાવના વૃદ્ધાશ્રમના પ્રણેતા વિજયભાઈ ડોબરિયાએ હ્રદયના ભાવ સાથે પૂ. મોરારિબાપુ તેમજ સમગ્ર કાર્યકરોની ટીમનો આભાર વ્યક્ત કરવાની સાથે વૈશ્વિક કથાના મંચ પરથી એવી ખાતરી આપી હતી કે આખા વિશ્વમાં જે કોઈ નિ:સંતાન માવતર હોય કે બીમાર હોય તો તેને સદભાવનાનું સરનામું આપજો અને એની નાત, જાત કે બીમારી પૂછ્યા વગર જિંદગીભર એક પણ પૈસા લીધા વગર સાચવીશું. હાલ 650 વડીલોને અમે માવતરની જેમ સાચવી રહ્યા છીએ. રૂૂમ અને તમામ સુવિધા સાથેના આ સંકુલમાં 5000 માવતરોને જિંદગીભર સાચવી શકાય એવી તમામ વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે.
ખડેપગે સેવા આપનાર ત્રણ હજાર કાર્યકરોની પ્રતિકાત્મક રીતે મોરારિબાપુના હસ્તે સન્માન
માનસ સદભાવના કથાના નવે નવ દિવસ દરમ્યાન ત્રણ હજાર જેટલા કાર્યકરોએ હાથપગ હૈયા આપી અવિરત સેવા આપી છે. આજે કથામાં પૂર્ણાહુતિના દિવસે કથા શરૂૂ થાય એ પહેલા આવા તમામ કાર્યકરોના પ્રતિકરૂૂપે દેવાંગભાઈ માંકડ, હિતેશભાઈ દોશી, વિપુલભાઈ પાનેલીયા, કેતનભાઈ પટેલ, કિશોરભાઈ વડોદરીયા(ખોડીયાર રાસમંડળ), પૃથ્વીસિંહ જાડેજા(ઘોઘુભા), માધાપર યુવક મંડળ, અમરભાઈ ભાલોડીયા, જગદીશભાઈ વોરા, નેહલબેન વચ્છરાજાની, દિપકભાઈ સાવલિયા(ગણેશ મંડપ સર્વીસ), હિતેશભાઈ વિપુલભાઈ પાનેલીયા, કેતનભાઈ પટેલ, કિશોરભાઈ વડોદરીયા(ખોડીયાર રાસમંડળ), પૃથ્વીસિંહ જાડેજા(ઘોઘુભા), માધાપર યુવક મંડળ, અમરભાઈ ભાલોડીયા, જગદીશભાઈ વોરા, નેહલબેન વચ્છરાજાની, દિપકભાઈ સાવલિયા(ગણેશ મંડપ સર્વીસ), હિતેશભાઈ ચૌહાણ, સદગુરૂૂ કેટરર્સના ઈડરવાળા જીતુભાઈ સોનીના પુત્ર પ્રતીકભાઈ સોની, પી.આઈ. જણકાત, એલ.ઇ.ડીની સેવા આપનાર જીતુભાઈ અને આખી ટીમ, વલ્લભભાઈ જીંજાળા, દિનેશભાઈ ડોલરીયા, શૈલેષભાઈ શીંગાળાની સુંદર સેવા બદલ મોરારિ બાપુના હસ્તે શાલ અર્પણ કરવામાં આવી હતી. સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયાએ તમામ ત્રણ હજાર કાર્યકર્તાઓનો અંત:કરણપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. સભા સંચાલક મિતલભાઈ ખેતાણીએ 3 હજાર કાર્યકરોની સેવાઓને વંદન કરીને પ્રતીકાત્મક રીતે આ તમામ કાર્યકરો પાયાના પત્થર છે તેમ જણાવી બાપુ પાસે આશિર્વાદ માંગ્યા હતા.
રામકથામાં વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશનના વ્રજરાજ કુમાર મહોદય રહ્યા ઉપસ્થિત
માનસ સદભાવના રામકથામાં વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના વ્રજરાજ કુમાર મહોદય ઉપસ્થિત રહ્યા. વ્રજરાજકુમારજી મહોદય એ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 18મા વંશજ છે. તેઓ પુષ્ટિમાર્ગ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (ટઢઘ)ની પ્રથમ આધ્યાત્મિક નેટવર્ક સંસ્થાના સ્થાપક અને પ્રેરક છે. વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના વ્રજરાજ કુમાર મહોદયએ જણાવ્યું કે મોરારિબાપુ આ ઉંમરે પણ આપણને કથા શ્રવણનો લાભ આપે છે એ આપણાં માટે લ્હાવો છે. વ્યાસપીઠ હમેશા લોકોને સન્માર્ગે વાળવાની શીખ આપતી હોય છે.
મોરારિબાપુના ચૂંટેલા વચનો
- શિષ્ય તો ગુરૂને ફુલ જ આપી શકે તેનું ફળ તો ગુરૂ જ આપી શકે.
- અહંકારનું ધનુષ નહી તુટે ત્યાં સુધી ભકિતની જપમાળા નહી વરે.
- હે પ્રભુ અમને આશીર્વાદ આપો, જેમ ઝાડવા વિકસે એમ અમે વિકસીએ.
- ગાયનું દુધ અમૃત છે, તેનું સેવન કરવું જોઈએ.
- સવારનાં ગાયના દૂધ કરતા સાંજનું ગાયનું દુધ વધારે પવિત્ર છે અને ઔષધીય છે.
- સુર્ય ઔષધી છે. – શાસ્ત્ર ઔષધી છે.
- હરીનું નામ ઔષધી છે. – ગાયનું દૂધ ઔષઘી છે.
- વૃદ્ધ, વૃધ્ધ પુરૂષનો શબ્દ, સ્પર્શ ઔષધી છે.
- ભલુ કરજોએ સિધ્ધ મંત્ર છે.
- સાધુ આપણને વૃક્ષ જેવો દેખાય અને વૃક્ષ આપણને સાધુ જેવું દેખાવું જોઈએ
- સાધુ એટલે વૃક્ષ
- હું પોથીને પ્રતાપે ક્યાં પહોંચ્યો