પુત્રવધૂ રિસામણે હોવાનો ખાર રાખી પ્રૌઢ ઉપર પુત્રના સાળાનો હુમલો

જંગલેશ્ર્વરમાં ન્યુ સાગર સોસાયટીનો બનાવ: પાઇપથી માર મારતા સારવારમાં જંલેશ્વરમાં પુત્રવધુ રીસામણે હોવાનો ખાર રાખી પ્રૌઢ ઉપર પુત્રના શાળાએ પાઇપ વડે હુમલો કરી માર મારતા…

જંગલેશ્ર્વરમાં ન્યુ સાગર સોસાયટીનો બનાવ: પાઇપથી માર મારતા સારવારમાં

જંલેશ્વરમાં પુત્રવધુ રીસામણે હોવાનો ખાર રાખી પ્રૌઢ ઉપર પુત્રના શાળાએ પાઇપ વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે.

જાણવા મળતી વિગત મુજબ જંલેશ્વરમાં ન્યુ સાગર સોસાયટીમાં રહેતા સુલતાનભાઇ જાગીરભાઇ શેખ (ઉ.વ.51) નામના પ્રૌઢ આજે સવારે દેવપરા મેઇન રોડ પર હતા ત્યારે તેના પુત્રના સાળા સલીમે ઝઘડો કરી પાઇપ વડે હુમલો કરતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવયા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં સુલતાનભાઇ કારખાનામાં કામ કરે છે. તેના પુત્ર સમીરની પત્ની નમીરા 6 મહીનાથી રિસામણે હોય જેનો ખાર રાખી પુત્રના સાળાએ હુમલો કરી માર માર્યાનું જાણવા મળ્યું છે.