ગુજરાત
રાજુલાની કાન્હા વિદ્યાલયના સંચાલકોનો વિવાદ ચરમ સીમાએ: ટ્રસ્ટીએ દવા ગટગટાવી
રાજુલામાં આવેલી કાન્હા વિદ્યાલયના ટ્રસ્ટીઓ વચ્ચે આંતરિક વિવાદ થતા મેનેજિંગ દ્રષ્ટિએ સોશિયલ મીડિયા પર દવાની બોટલ સાથે એક વીડિયો મૂક્યો હતો અને આજે કદાચ પોતાનો છેલ્લો દિવસ હોવાનો અને માફ કરવાનું કહીં દવા પી લેતા તેઓ સારવાર હેઠળ છે. બીજી તરફ આ કેસમાં ટ્રસ્ટીઓ દ્વારા સામસામે જુદી જુદી ફરિયાદો નોંધાવવામાં આવી છે.
વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે રાજુલામાં આવેલી કાન્હા વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી પરેશભાઈ ધીરજલાલ જોષી ઉ.વ.42 દ્વારા એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેમના દ્વારા પોલીસે મારી સાથે અન્યાય કર્યો છે મને વિશ્વાસમાં રાખીને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવું આ સોશિયલ મીડિયાના વીડિયોમાં તેમના દ્વારા જણાવવામાં આવેલ છે અને તેના લીધે હું આ પગલું ભરી છું આજે કદાચ તેમનો છેલ્લો દિવસ હોવાનું કહીં મને માફ કરજો તેમ કહીને માફી માંગી હતી બીજી તરફ આ શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલતા વિવાદમાં સામસામી ફરિયાદો નોંધાઈ છે જેમાં પરેશભાઈ જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ ગભરૂૂભાઇ નાજાભાઈપીંજર, ઘનશ્યામભાઈ હમીરભાઈ પીંજર, એક અજાણ્યો માણસ અને નાજાભાઈ ભાયાભાઈ પીંજર ચારેય રહે.હડમતીયા તા.રાજુલાવાળાએ શાળામાંથી સ્કુલ ટ્રસ્ટની અસલ એજન્ડા બુક, ટ્રસ્ટની ઓરીજનલ ઠરાવબુક, ટ્રસ્ટની જુની ઓરીજનલ ટ્રસ્ટ ડીડ, 2018 થી 2024 સુધીની તમામ વિધાર્થીની ફી રસીદ તથા પહોચ બુક તથા સ્કુલ ખર્ચના અસલ વાઉચર વિગેરે શાળામાંથી દસ્તાવેજોની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે ત્યારે સામા પક્ષે ગભરુભાઈ નાજાભાઈ પીંજરએ પરેશભાઈ જોષી, રૂૂપલબેન જોશી અને શ્યામ આર. રાવલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરટીઇ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત આવતા નાણા આરોપીઓએ તાલુકા શિક્ષણ અધિકારી રાજુલાની કચેરી ખાતે ત્રણેય ટ્રસ્ટીઓની ખોટી સહીઓવાળુ લેટર પેડ ખરા તરીકે રજુ કરી આર.ટી.ઇ. ના કૂલ રૂૂ.9,56,810/- પોતાના અંગત દેના બેંકને એકાઉન્ટમાં જમા કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે