Site icon Gujarat Mirror

આપમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડા પાસે 3.12 કરોડની મિલકત, છ પોલીસ કેસ

આપ છોડીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરાયેલા સોગંદનામામાં કરપડાએ પોતાના વિરુદ્ધ અનેક પોલીસ કેસોની નોંધ હોવાનો ખુલાસો કર્યો છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. તેની કુલ સંપતિ રૂા.3.12 કરોડ દર્શાવી છે જયારે 6 પોલીસ કેસ હોવાનું જાહેર થયું છે.

સોગંદનામા મુજબ, રાજુ કરપડા પર 6 કેસ નોંધાયા છે. જેમાં મુળી, થાનગઢ, નીલમબાગ (ભાવનગર) અને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોમાં ઈંઙઈની કલમ 323 (ઈજા પહોંચાડવી), 325 (ગંભીર ઈજા), 326 (હથિયાર વડે ગંભીર ઈજા), 114 (સહયોગી તરીકે હાજરી) તેમજ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 135 હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આ કેસોમાં કેટલીક સેશન્સ કોર્ટ સુધી ચાલી ચુકી છે અને કેટલાકમાં સજા તથા અપીલની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ચૂંટણી સમયે પક્ષો ‘વિનેબિલિટી’ (જીતવાની ક્ષમતા)ને પ્રાથમિકતા આપતા હોય છે, જેના કારણે ઉમેદવારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડને અવગણવામાં આવે છે. શું પક્ષ બદલતાં જ ઈમેજ બદલાઈ જાય છે?.વિપક્ષે ભાજપ પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો છે કે, ગુનાહિત પ્રકૃતિ ધરાવતા લોકોને ટિકિટ આપીને પાર્ટી પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતી કરે છે. બીજી તરફ ભાજપના નેતાઓનો દાવો છે કે, કોર્ટમાં કેસ હોવો અને દોષિત સાબિત થવું એ બે અલગ બાબતો છે અને કાયદાકીય રીતે યોગ્ય ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવી છે. ચૂંટણી પહેલા જ આ મુદ્દો ગરમાતા હવે મતદારોમાં પણ ચર્ચા શરૂૂ થઈ છે કે, વિકાસ અને નેતૃત્વ સામે ઉમેદવારની છબી કેટલું મહત્વ ધરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં આ મુદ્દો મતદાન પર કેટલો અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.

Exit mobile version