બોલિવૂડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોલીવુડ એક્ટર રાજકુમાર રાવ પિતા બન્યા છે. તેમની પત્ની પત્રલેખાએ એક બાળકીને જન્મ આપ્યો છે. અભિનેતાએ આ ખાસ સમાચાર તેના ચાહકો સાથે શેર કર્યા છે. ભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખા તેમના લગ્નની ચોથી વર્ષગાંઠે માતા–પિતા બન્યા છે.
કેટરિના કૈફ વિક્કી કૌશલ માતા–પિતા બન્યા બાદ હવે વધુ એક સેલિબ્રિટી કપલે પોતાના પરિવારમાં નવા મહેમાનનું સ્વાગત કર્યું છે. રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખા એક બેબી ગર્લના પેરેન્ટ્સ બન્યા છે. દંપતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેઓએ એક નાની પુત્રીનું સ્વાગત કર્યું છે. પોસ્ટ કરાયેલા ઉજવણી કાર્ડમાં લખ્યું હતું: “અમે ખૂબ ખુશ છીએ. ભગવાને અમને નાની દેવદૂતનો આશીર્વાદ આપ્યો છે.”
દંપતીએ કેપ્શનમાં ઉમેર્યું કે, “ભગવાને અમને અમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર સૌથી મોટો આશીર્વાદ આપ્યો છે.” સમાચાર સામે આવતા જ ચાહકો અને સેલિબ્રિટીઓએ અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું.
રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખાએ નવેમ્બર 2021માં લગ્ન કર્યા અને હવે તેઓ જીવનના નવા અધ્યાય માતૃત્વ અને પિતૃત્વમાં પ્રવેશ્યા છે. રાજકુમાર રાવ 41 વર્ષની ઉંમરે પિતા બન્યા, અને તેઓ 15 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. આ સમય દરમિયાન, અભિનેતાએ વિવિધ ભૂમિકાઓ ભજવી છે.

