Site icon Gujarat Mirror

રાજકોટની મહિલા વેપારીએ ભાવનગરમાં સોનાના ચેઇનની ચોરી કરતા ધરપકડ

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ લખુભાઈ હોલમાં સેલમાં ખરીદી કરવા ગયેલ મહિલાનો 2 લાખનો સોનાનો ચેન ચોરી લેનાર રાજકોટની અઠંગ મહિલાને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ સોનાનો ચેન કબજે કર્યો હતો.

મળતી વિગતો ભાવનગરના કાળીયાબીડના લખુભા હોલ પાસે શ્રી રામનગર સોસાયટીમાં રહેતા અને શેલારશા ચોક ખાતે શિવ શક્તિ નામની ધરાવી મોટર રીપેરિંગ નુ કામ કરતા મુળ જસપરા માંડવા ગામના ઘુસાભાઈ ટપુભાઈ ભોળાણીના પત્નિ શામુબેન તથા કૈલાશ બન્ને ભાવનગર કાળીયાબીડ વિસ્તારમાં આવેલ લખુભા હોલમા કપડા તથા બુટ ચંપલનો સેલ ભરાયેલ હોય તેમા ખરીદી કરવા ગયેલ હતા ત્યારે 2 લાખમનો સોનાનો ચેન કોઈ ભીડનો લાભ લઇ ચોરી કરી ગયું હતું.

જે બાબતે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ ચોરીમાં સંડોવાયેલ મહિલા રાજકોટની હોવાનું ખુલ્યું હતું. રાજકોટ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન. પરમારની ટીમના કૃષ્ણદેવસિંહ ઝાલા તથા હરસુખભાઇ સબાડને મળેલી બાતમીને આધારે રાજકોટ ગોવિંદનગર-1.ગુંદાવાળી, લાકડા પુલ પાસે, કલરવ બિલ્ડીંગ વાળી શેરીમાં રહેતી અને ઈમિટેશનનું કામ કરતી નીકીતાબેન અલ્પેશભાઇ સાવલીયા (ઉવ.42)ની ધરપકડ કરી રૂૂ.2 લાખનો સોનાનો ચેન કબજે કર્યો હતો. પકડાયેલ નિકિતા અગાઉ રાજકોટમાં દારૂૂ,જુગાર અને ચોરીના ગુન્હામાં પકડાઈ ચુકી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત.બી. બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ એ.એન.પરમાર અને તેમની ટીમના હિતેન્દ્રસિંહ પી.ઝાલા, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Exit mobile version