Site icon Gujarat Mirror

રાજકોટના શિક્ષકને ગે એપ મારફતે અંગતપળો માણવા લલચાવી રૂપિયા 1.60 લાખની લૂંટ

રાજકોટ શહેરનાં ગુરુપ્રસાદ ચોક પાસે આવેલી સોસાયટીમા રહેતા શિક્ષક ગે એપ મારફતે અન્ય ગે સાથે પરીચયમા આવ્યા સાથ તેની સાથે વાતચીત શરુ કરી હતી અને શિક્ષકે તેમને અંગતપળો માણવા માટે રૈયા ચોકડી પાસે હોટલે બોલાવ્યો હતો અને ત્યાથી બંને અટલ સરોવર પાસે આવેલ અવાવરુ જગ્યા પર જાહેરમા ઉભા હતા. ત્યારે અન્ય 3 શખ્સો ત્યા આવી શિક્ષકને માર માર્યો હતો અને શિક્ષક સાથે આવેલો શખ્સ પણ આ ત્રણેય સાગ્રીતો સાથે મળી શિક્ષકને ગોંધી રાખી અને બાદમા અન્ય બે શખ્સો તેનો મોબાઇલ પડાવી લઇ જઇ પાંચ ટ્રાન્ઝેકશન થકી રૂ. 1.60 લાખની લુંટ ચલાવી લેતા પોલીસમા ફરીયાદ નોંધાઇ છે.

વધુ વિગતો મુજબ ગુરુપ્રસાદ ચોક પાસે આવેલી એક સોસાયટીમા રહેતા અને ઘંટેશ્ર્વર પાસે આવેલી સ્કુલમા શિક્ષક તરીકે ફરજ બજાવતા 33 વર્ષનાં યુવાને પોતાની ફરીયાદમા 4 અજાણ્યા શખ્સો વિરુધ્ધ લુંટ અંગેની ફરીયાદ નોંધાવી છે. આ લુંટની ઘટનામા શિક્ષકે ફરીયાદમા આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે પોતે છેલ્લા છ મહીનાથી ગુગલ પ્લે સ્ટોરમા આવતી વાલ્લા એપમા રાજકોટ તેમજ ગુજરાતનાં અલગ અલગ જગ્યાએ રહેતા ગે લોકો આ એપમા જોડાયેલા હોય જેથી પોતાને પણ એક મિત્રની જરુર હોય જેથી તેમણે પણ આ એપમા જોડાયા હતો અને તેમા એક વ્યકિત સાથે વાતચીત શરુ કરી હતી. ત્યારબાદ તેની સાથે અંગત પળો માણવા માટે સામેવાળા યુવકને રૈયા ચોકડી પાસે બોલાવ્યા બાદ બંને અટલ સરોવર બાજુ અવાવરુ જગ્યા પર અંગત પળો માણવા માટે ગયા હતા.

જયા બંને વાતચીત કરતા હતા ત્યારે રાત્રીનાં દસેક વાગ્યે 3 વ્યકિત કે જેઓ શિક્ષકની સાથે ઉભેલા વ્યકિતને ઓળખતા હોય તેઓએ કહયુ કે આ તો મારો ભાઇ છે . આવી અવાવરુ જગ્યાએ શા માટે ઉભા છો. તેમ કહી ગાળો આપી ત્રણેય શખ્સોએ ભેગા થઇ શિક્ષકને બેફામ માર માર્યો હતો.

ત્યારબાદ તેમનો મોબાઇલ પણ બળજબરીથી પડાવી લઇ અને મોબાઇલનો પાસર્વડ તેમજ તેમા રહેલ ગુગલ પે નો પાસર્વડ મેળવી લીધો હતો ત્યારબાદ આ શિક્ષક સાથે આવેલા શખ્સ સહીત 4 શખ્સો માથી બે શખ્સોએ શિક્ષકને સાડા ત્રણ કલાક સુધી ગોંધી રાખ્યો હતો જયારે અન્ય બે શખ્સો તેમનો મોબાઇલ લઇ તેમાથી આઠ ટ્રાન્ઝેકશન કર્યા હતા આ આઠ ટ્રાન્ઝેકશન માથી પ્રથમ કામેશ્ર્વરદાસનાં નામે 10 હજાર, રાજ રત્નદિપસિંહ જાડેજા 30 હજાર , શિવ પેટ્રોલીયમનાં નામે ર0 હજાર , અશ્ર્વિન અઘેરાનાં નામે 70 હજાર અને નરેશ ખુશાલદાસનાં નામે 30 હજાર મળી કુલ રૂ. 1.60 લાખનુ ટ્રાન્ઝેકશન કરી લુંટ ચલાવી હતી.

Exit mobile version