રાજકોટ RTO દ્વારા એક મહિનામાં ટ્રાફિક ભંગના 1871 કેસમાં 50.98 લાખનો દંડ

  રાજકોટ RTOકચેરી દ્વારા છેલ્લા એક માસમાં હાઈવે પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ મે માસમાં 1871 કેસમાં રૂૂ.50.98 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અકસ્માતો…

 

રાજકોટ RTOકચેરી દ્વારા છેલ્લા એક માસમાં હાઈવે પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ મે માસમાં 1871 કેસમાં રૂૂ.50.98 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અકસ્માતો માટે જવાબદાર બેફામ ઝડપે વાહન ચલાવવાના સૌથી વધુ 265 કેસ સામે આવ્યા છે. જેઓને રૂૂ.2.65 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે ઓવરલોડ બદલ સૌથી વધુ રૂૂ.20.92 લાખનો દંડ કરાયો છે. જેના 167 કેસ કરવામાં આવ્યા છે.

રાજકોટ આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, RTO કચેરી દ્વારા ગત મે માસ દરમ્યાન હાઈવે ઉપરની વાહન ચેકીંગ કામગીરી દરમ્યાન ઓવરસ્પિડે વાહન ચલાવતા 265 વાહન ચાલકો ઝડપાયા હતા. જેને રૂૂ.2.65 લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો. જયારે ભયજનક રીતે વાહન ચલાવતા 7 વાહન ચાલકો પકડાયા હતા, જેને રૂૂ.21 હજારનો દંડ કરાયો હતો.આ ઉપરાંત ઓવરલોડના 167 કેસોમાં રૂૂ.20.92 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી.

જયારે બાકી ટેક્ષના 20 કેસોમાં પણ રૂૂ.3.22 લાખની વસુલાત કરવામાં આવી હતી અને ઓવર ડાયમેન્શનનાં 99 કેસોમાં રૂૂ.4.83 લાખનો દંડ કરાયો હતો. ખાનગી કાર, વાન કે અન્ય વાહનોનો ઉપયોગ પરમિટ (વાહન ચલાવવાની સત્તાવાર મંજૂરી) વગર કોમર્શિયલ હેતુ (ભાડાપટ્ટે મુસાફરો કે માલ લઇ જવા) માટે કરવા બદલ કલેન્ડેનસ્ટાઈન ઓપરેશનના 14 કેસોમાં રૂૂ.1.40 લાખ વસુલાયા હતા. જ્યારે RUPD – SUPD ચેકીંગના 51 કેસોમાં રૂૂ.51 હજાર, રોંગલેન ડ્રાઈવીંગના 3 કેસોમાં રૂૂ.4500, રેડીયમ/રિફલેકટરનાં 183 કેસોમાં રૂૂ.1.83 લાખ, થર્ડ પાર્ટી વિમાના 107 કેસોમાં રૂૂ.2.14 લાખ પીયુસીના 235 કેસોમાં રૂૂ.1.17 લાખ મળી તંત્રએ જુદા જુદા નિયમ ભંગના કુલ 1871 કેસો કરી અને કુલ રૂૂ.50.98 લાખની વસુલાત કરવામાં આવી હતી. આ વાહન ચેકીંગ દરમ્યાન જીલ્લા આરટીઓ તંત્રએ ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ 39 જેટલા વાહનો ડિટેઈન કરી કબ્જામાં લીધા હતા અને દંડ ભરી જવા વાહન ચાલકોને નોટીસો ફટકારવામાં આવી હતી.