Site icon Gujarat Mirror

અકસ્માતો અટકાવવા રાજકોટ આરટીઓની હાઇવે પર ડ્રાઇવ

અઠવાડિયામાં 210 વાહન ચાલકો દંડાયા, આઠ લાખનો દંડ વસૂલાયો

રોંગ લેનના 120 કેસ કર્યા, હેવી વાહન ત્રીજી લેનમાં ચલાવવા ખાસ સૂચના

ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં કડક ચેકિંગ કરવાનો આદેશ અપાયો છે. જેમાં રોંગ લેન, ઓવર પેસેન્જર અને ઇંજછઙ નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે. રાજકોટ આરટીઓ કચેરીએ માત્ર એક અઠવાડિયામાં જ આ પ્રકારના 210 મેમો ફટકારી દીધા છે, જેના થકી રૂૂ.8 લાખની આવક થઈ છે. આ દરમિયાન હેવી વ્હીકલ ધારકો ત્રીજી લેનમાં વાહન ચલાવે તેવી સમજ આપવામાં આવી હતી, જેથી નાના વાહનચાલકોએ વધુ ઓવરટેક ન કરવું પડે અને તેને લીધે અકસ્માતોની ઘટના પણ અટકાવી શકાય.

રાજકોટના આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યુ હતુ કે, વાહન-વ્યવહાર કમિશનર દ્વારા હાઇવે ઉપર જે અકસ્માતો થઈ રહ્યા છે તથા વાહનચાલકોની ટ્રાફિક સેન્સ ખરાબ છે તે બાબતે રોંગ લેન, રોંગ સાઇડ ડ્રાઇવ, HSRP વિનાના જે વાહનો છે. ઉપરાંત ઓવર પેસેન્જર વાહનો ચાલે છે, ઉપરાંત નોન ટ્રાન્સપોર્ટેશન વ્હીકલમાં મુસાફરોની હેરફેર થાય છે તેને ધ્યાનમાં લઈને સૂચના આપવામાં આવી હતી.

જે અનુસંધાને રાજકોટ આરટીઓ દ્વારા અમદાવાદ, મોરબી, જામનગર અને ગોંડલ સહિતના હાઇવે પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયામાં HSRP (હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) વિનાના 35 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોંગ લેનના 120 કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ પરમિટ ભંગ અને ઓવર પેસેન્જરના 55 કેસ કરવામાં આવેલા છે. આ રીતે એક અઠવાડિયામાં 210 મેમો ફટકારવામાં આવ્યા છે અને અંદાજે રૂૂ. 8 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના વાહન-વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીને સંબોધીને પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, પ્રાઇવેટ વાહનોનો ટેક્ષી અથવા મેક્ષી તરીકે ઉપયોગ કરી મુસાફરોનું પરીવહન થતું હોય છે. જેમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવામાં પણ આવતા હોય છે. આવા વાહનો દ્વારા મુસાફરોનું પરીવહન ખૂબ જ જોખમી છે. તેમજ રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને નંબર પ્લેટ વિનાના વાહનો ગેરકાયદેસર માઈનિંગ પ્રવૃત્તિ મા સંડોવાયેલા હોય છે. જે માર્ગ સલામતિ માટે માટે પડકારરૂૂપ છે.

Exit mobile version