ગુજરાત
રાજકોટ રેલવે પોલીસે ભાવનગર ટ્રેનમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા
દારૂની બોટલ વેચાણ અર્થે ગોવાથી લાવ્યાની કબૂલાત, 44 દારૂની બોટલ કબજે
રાજકોટ રેલવે પોલીસે દીવાળીના તહેવારોને લઈ ટ્રેનોમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. આ મામલે બાતમીને આધારે ભાવનગર રેલો જંક્શન પર કોચીવલી-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં તલાશી લેતા બે શખ્સો ટોપલેટમાં દારૂ સંતાડ્યો હતો. બન્ને ગોવાથી દારૂ લાવ્યા હોવાની કબુલાત આપતા બન્નેને 44 દારૂની બોટલ જપ્ત કરી હતી. આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર, રાજકોટ રેલવે એલસીબીના પીએસઆઈ જે.એમ. પરમાર, એએસઆઈ બલભદ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ અને રામજીભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીેંગમાં હતો.
ત્યારે બાતમીને આધારે કોચીવલી-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરતા ભાવનગરના શિંહોરના હેમંત મનીષભાઈ મકવાણાને 20 દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં પોતે રેલવેના કોન્ટ્રાક્ટમાં સફાઈ કામદાર છે. તેમજ બીજા શખ્સ સંજય વિમલભાઈ સરવૈયા (ઉ.વ.21) રહે. ભાવનગર સિંહોરમાં સ્વસ્તીક સોસાયટી શેરી નં. 1) હોવાનું તેમની પાસેથી 24 દારૂની બોટલ મળી આવી હતી. બન્ને શખ્સો ગોવા ફરવા ગયા બાદ ત્યાંથી દારૂની બોટલ વેચવા માટે ભાવનગર લઈ આપતા હતા અને પકડાઈ ગયા હતાં. સંજય રેલવેમાં કોચ એટેન્ડન્ટ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.