રાજકોટ પોલીસે છેલ્લા 1 વર્ષ દરમ્યાન પકડી પાડેલા રૂ. 2.14 કરોડના દારૂ-બીયરનાં જથ્થાનો પોલીસે નાસ કર્યો હતો. રાજકોટનાં સાત હનુમાન નજીક સોખડા પાસે 1 લાખ દારૂ-બીયરની બોટલોનો પોલીસે નાસ કરી તેના પર રોલર ફેરવી દીધુ હતુ. રાજકોટ પોલીસ દ્વારા શહેરનાં અલગ અલગ પોલીસ મથક અને ક્રાઇમ બ્રાંચ દ્વારા છેલ્લા 1 વર્ષ દરમ્યાન દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડયો હોય કુલ 185 કેસમાં 1 લાખ જેટલી દારૂ-બીયરનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જેનો આજે નાકરાવાડી પાસે સરકારી ખરાબામા નાસ કરવામા આવ્યો હતો. પોલીસ અધિકારીઓની હાજરીમા રૂ. 2.14 કરોડનો દારૂ-બીયરનાં જથ્થા પર રોલર ફેરવી દેવામા આવ્યુ હતુ. ઝોન – 1 હેઠળ આવતા પોલીસ મથકોમા કુલ 9પ, જયારે ઝોન – ર મા આવતા પોલીસ મથકોમા 70 અને ક્રાઇમ બ્રાંચ દ્વારા 20 મળી કુલ 185 પ્રોહિબીશનનાં કેસ કરવામા આવ્યા હતા.
રાજકોટ પોલીસે 1 વર્ષમાં પકડેલા રૂા.2.14 કરોડના દારૂ-બિયરનો નાસ

