Site icon Gujarat Mirror

રાજકોટના શખ્સે રતનપરમાંથી 11 બેટરી ચોરી : પોલીસે પકડ્યો

સુરેન્દ્રનગરના જોરાવરનાગર વિસ્તારમાંથી નવ વાહનોમાંથી 11 બેટરી ચોરનાર આરોપી રતનપર વિસ્તારમાંથી ઝડપાયો છે. આરોપી સામે પાંચથી વધુ જિલ્લાના અલગ અલગ દસ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી પાસેથી 3.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં આવેલા વાંકલા નાળા પાસે રાત્રીના સમયે અલગ-અલગ 9 વાહનોમાંથી બેટરીની ચોરીનો બનાવ બન્યો હતો.

જે અંગે જોરાવરનગર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને પગલે જોરાવરનગર પોલીસે તપાસ હાથ ધરતા રતનપર ત્રીમંદિર સામેથી એક શખ્સ મહેબુબભાઈ અલાઉદ્દીનભાઈ બાકરોલીયા (રહે.રાજકોટ)ને તમામ 9 વાહનોમાંથી ચોરી થયેલી 11 બેટરી (કિં. રૂૂા.18,500) તથા પીકઅપ વાન (કિં.રૂૂા.3 લાખ) સહિત કુલ રૂૂા.3,18,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં શખ્સ વિરૂૂધ્ધ મોરબીના ટંકારા, જામનગરના કાલાવાડ, વઢવાણ, જોરાવરનગર, જામનગર, જુનાગઢ અને સાયલા પોલીસ મથકમાં 10 જેટલા ચોરી સહિતના ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું.

Exit mobile version