ગોંડલમાં એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભોજરાજપરા વિસ્તારમાંથી એક્ટિવા સ્કૂટર પર વિદેશી દારૂૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને દારૂૂના જથ્થા અને વાહન સહિત કુલ રૂૂ. 87,480ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ એલસીબીનો સ્ટાફ ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન મુળ રાજકોટના હાલ ગોંડલ રહેતા મીલનભાઈ ગોવિંદભાઈ ગમારા (ઉં.વ. 28), ને 44 બોટલો દારૂ (કિંમત રૂૂ. 7,480), ગુનામાં વપરાયેલું સફેદ હોન્ડા એક્ટિવા સ્કૂટર નં. GJ-03-MP-5003 (કિંમત રૂૂ. 50,000) અને મોબાઇલ મળી કુલ રૂૂ. 87,480 નો મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી છે. હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડની ફરિયાદના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65-અ, 65(ય), 116-ઇ મુજબ ગુનો નોંધી આગળની તપાસ બી’ડીવીઝન નાં ASI રમેશકુમાર તેજાભાઇ પરમારને સોંપવામાં આવી છે.
