રાજકોટની યુવતી સાથે દગાખોરી: સગાઇ તોડાવી આરોપીએ સગાઇ કરી દુષ્કર્મ ગુજારી તરછોડી દીધી

શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં એક યુવકે યુવતિને લગ્નનો વિશ્વાસ આપી, તેણીની અગાઉ થયેલી સગાઈ તોડાવી નાખી હતી. ત્યારબાદ પોતે…

શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં એક યુવકે યુવતિને લગ્નનો વિશ્વાસ આપી, તેણીની અગાઉ થયેલી સગાઈ તોડાવી નાખી હતી. ત્યારબાદ પોતે આ યુવતિ સાથે સગાઈની વિધિ કરી રાજકોટમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને છેલ્લે લગ્નની ના પાડી દઇ સગાઇ અને જલવિધી તોડવા વકીલ મારફતે નોટિસ મોકલી છેતરપીંડી કરતાં ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સોમનાથ ગીરના તાલાલાના મુળ વતની અને હાલ ભરૂૂચ ખાતે રહી પ્રાઇવેટ નોકરી કરતાં 25 વર્ષના યુવાન અવધ બટુકભાઈ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદની વિગત મુજબ ભોગ બનનાર યુવતિને આરોપીએ પોતાની પ્રેમજાળમાં ફસાવી તેને લગ્ન કરવાનો વિશ્વાસ આપ્યો હતો.યુવકની વાતોમાં આવીને આ યુવતિએ પોતાની અગાઉ થયેલી સગાઈ પણ તોડી નાખી હતી. ત્યારબાદ આરોપીએ આ યુવતિ સાથે સગાઈ/જલ વિધિ કરી હતી. રાજકોટમાં રહેતી યુવતિ સાથે ઓક્ટોબર 2025થી માર્ચ 2026 સુધીના સમયગાળમાં આ શખ્સે અવાર-નવાર રાજકોટમાં શરીર સંબંધ બાંધી લીધા હતાં.

પરંતુ બાદમાં આ શખ્સે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમજ યુવતિને સગાઇ-જલવિધી તોડી નાખવા માટે વકિલ મારફત નોટીસ મોકલાવી દીધી હતી.આમ પોતાની સાથે લગ્નના નામે છેતરપીંડી થયાનું જણાવતાં યુવતિએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ એમ.એચ. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.