Site icon Gujarat Mirror

રાજકોટ જિલ્લા પોલીસનું વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઓપરેશન, છ રાજ્યોમાંથી 7ની ધરપકડ

દુષ્કર્મ સહિતના ગુનામાં છેલ્લા 2થી 10 વર્ષ સુધી ફરાર આરોપીઓ ઝડપાયા

રાજકોટ જીલ્લાના અલગ અલગ ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા રાજકોટ ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે હાથ ધરેલા ઓપરેશનમાં છ રાજ્યો માંથી કુલ સાત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તપાસ કરી શાપરમાં માત્ર ચાર વર્ષની બાળકી ઉપર દૂષ્કર્મ ગુજારવાના ગુનામાં આજીવન કેદની સજા પામ્યા બાદ પેરોલ જમ્પ કરી બે માસથી ફરાર મૂળ ઉત્તર પ્રદેશના ધર્મેન્દ્રરામ સુધુરામને રાજકોટ રૂૂરલ પોલીસની પેરોલ ફર્લો સ્કવોડે બિહારના બકસરમાંથી ઝડપી લઈ રાજકોટ સેન્ટ્રલ જેલહવાલે કર્યો હતો. આરોપીને પકડવા જીલ્લાની એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કવોડની જુદી-જુદી પાંચ ટીમો બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને હરિયાણા વોન્ટેડ આરોપીઓને પકડવા રવાના કરવામાં આવી હતી.

જે દરમિયાન ધર્મેન્દ્ર રામ ઉપરાંત અમદાવાદ ફેમિલી કોર્ટ દ્વારા મળેલી સજા રાજકોટ સેન્ટ્રલ જેલમાં ભોગવતાં પાકા કામના કેદી રાજેશ ગોહિલ (રહે. દેરડી-કુંભાજી, તા. ગોંડલ) ત્રણ વર્ષથી ફરાર હતા. જેને અમદાવાદથી ઝડપી લેવાયા હતા. તેમજ શાપરમાં એનડીપીએસના કેસમાં તામિલનાડુના કન્નન ગોપાલ મુરૂૂગનને તામિલનાડુના કોઈતુર ખાતેથી ઝડપી લેવાયો હતો. આઠ વર્ષથી ફરાર રાજનારાયણ ચૌધરી (રહે. ઉત્તર પ્રદેશ) ને તેના વતનથી ઝડપી લેવાયો હતો. ઉપલેટામાં છેતરપિંડીના કેસમાં દસ વર્ષથી વોન્ટેડ મૂળ ધોરાજી પોલીસમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપી એસવીરા પથિરાપિલ્લાઈને તેના તામિલનાડુ સ્થિત વતનમાં તપાસ કરતાં મૃત્યુ પામ્યાનું જાણવા મળ્યું હતું તેમજ છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ અન્ય એક આરોપી જગદીશ રવજીભાઈ કોઠીયા અને સુલતાનપુરના છેતરપિંડી કેસમાં વોન્ટેડ આનંદના ભાર્ગવ લલુભાઈ ગોહિલને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.

Exit mobile version