ગુજરાત
રાજકોટ કલેક્ટર દ્વારા E-KYC કામગીરીનું નિરીક્ષણ
રાજકોટ શહેર જિલ્લામાં થોડા દિવસથી રાશનકાર્ડ ઈકેવાયસી બાબતે લોકોને પડી રહેલી પરેશાની બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ રાજકોટ શહેરની ત્રણેય મામલતદાર કચેરી અને રાજકોટ તાલુકા સેન્ટર તથા પુરવઠા ઝોનલ કચેરી 1થી 4ની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને કામગીરી બાબતે જરૂરી સુચનાઓ આપી હતી. આ કચેરીઓ ખાતે રાજ્ય સરકારના રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંકઅપ ઈકેવાયસીની કામગીરી સારી રીતે ચાલી રહેલ હોવાનું અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.