વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો 17 હજારથી વધુ મતોથી વિજય થયો છે. આ જીતથી આપમૌં નવો સંચાર થયો છે અને કાર્યકતાઓના ઉત્સાહમાં વધારો થયો છે. વિસાવદરમાં મળેલા વિજયની રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકતાઓએ આતશબાજી કરી અને મોઢા મીઠા કરાવી આ વિજયને વધાવ્યો હતો.

