નીતિન કાકા કરમાઇ ગયા, અમે નવરા થઇ ગયા: ધાનાણીના ગોફણિયા

મહેસાણા નજીકના નુગર સ્થિત ચૌરાસી વિદ્યા સંકુલમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ ગ્રુપ (જઙૠ) દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ…

મહેસાણા નજીકના નુગર સ્થિત ચૌરાસી વિદ્યા સંકુલમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ ગ્રુપ (જઙૠ) દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી પાટીદાર સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, અઅઙના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે પરેશ ધાનાણી અને ગોપાલ માટે વધુ તાળીઓ પડતા સ્ટેજ પરથી નીતિન પટેલે કહ્યું કે, મારા કરતા આ બન્ને માટે વધુ પાળીઓ પડી, બોલો માટે શું કરવું…તો નીતિન પટેલને સંબોધીને પરેશ ધાનાણીએ કહ્યું કે, નીતિન કાકા કરમાઈ ગયા છે અને અમે બધા નવરા થઈ ગયાં. આ ઉપરાંત ધાનાણીએ સરદાર પટેલના નામ પર ડસ્ટર મારવા અને નામ ભૂસવા પર સમાજને ખાસ ટકોર કરી હતી.

સભાને સંબોધતા ગોપાલ ઇટલીયાએ કહ્યું કે, મારે એક ચિંતા વ્યક્ત કરવી છે. અહીં લાલજીભાઈએ એક લાખ છોકરાઓ પરણાવવાનો ટાર્ગેટ રજૂ કર્યો. હવે છોકરા પરણાવવા માટે એક સંસ્થા છે. છોકરાને ઈંઅજ બનાવવાની એક સંસ્થા છે. છોકરા ભણાવવા માટેની એક આપણે ગણપત યુનિવર્સિટી સંસ્થા છે. છોકરા બીમાર પડે તોય એક સંસ્થા છે. છોકરાઓને જે-જે વસ્તુની જરૂૂર પડે એ બધી વસ્તુ માટે આપણી પાસે એક-એક સંસ્થા છે, પણ છોકરાને ધારાસભ્ય બનવું હોય તો? એકેય સંસ્થા નથી.

તો એકાદી સંસ્થા એવી હોય કે એક વ્યવસ્થા એવી હોય કે આપણા સમાજમાં કોઈ છોકરો જેને કુદરતે-ઈશ્વરે નેતૃત્વના ગુણ આપી હોય, લીડરશીપ ક્વોલિટી આપેલી હોય તો સમાજની સંસ્થા એમ કહે કે, જ્યાં છોકરા તને જે મજા આવે એ જગ્યાએથી એ ગામમાંથી એ પાર્ટીમાંથી નેતા બન, સમાજનું ખુલ્લું સમર્થન છે. કેમ કે, સરદાર પટેલ નેતા ન હોત તો આટલું યોગદાનય ન આપી શક્યા હોત.

પરેશ ધાનાણીએ સ્પીસની શરૂૂઆતમાં કહ્યું કે, આ જુઓ ને નીતિન કાકાએ કરમાઈ ગયા છે અને અમે બધા હવે નવરા થઈ ગયા છે. આ રાજકીય મંચ નથી, સમાજનો દીકરો છું અને મારા સમાજના મોભી છે. સરદાર સાદગીનો પર્યાય હતા, સરદાર એટલે સ્વાવલંબી, સરદાર એટલે શિસ્તના સિપાહી હતા. આ નીતિન કાકા એવા છે હો, ડોળા બહુ કાઢે. આડું-અવળું નો ચાલે.

સરદાર એટલે શિસ્ત, સરદાર એટલે શ્રમ. લાલજીભાઈ મારો ખૂબ જૂનો ભાઈબંધ છે અને કાકા અમે વિરોધ પક્ષે પેદા થયા, એટલે મને આંદોલન કરનારા બધાય ગમે. એમાં લાલજીભાઈ આવી ગયો અને અમારો ભાઈ ગોપાલ આવી ગયો. તમારી સામે ઝીંક ઝીલવી હોય તો સમાજમાં કાંડાની તાકાતે લડે એવી પેઢી પેદા કરવી પડશે, એમાં હું પેદા થયો, હવે નવરો થયો. નીતિન કાકા વિધાનસભા ગૃહની અંદર મને જાહેરમાં કહેતા એમાંથી અમે ઘણું બધું શીખ્યા છીએ, ગુરુ છે.

પાટીદાર આંદોલનને યાદ કરતા ધાનાણીએ કહ્યું કે, હું સાક્ષી છું. આજ મહેસાણા છે, આંદોલનની ભૂમિ, જય સરદાર ને જય પાટીદાર. અહીં બેઠેલા બધાએ અમને ટોપિયું પહેરાવીને તમને ટોપિયું ફેરવાવીને જાજી ભાતનું કર્યું. વિધાનસભામાં પહેલીવાર ચૂંટાણો, કાઠિયાવાડનો માણસ ભાષા આકરી, શબ્દોમાં તેજ, વિધાનસભામાં બગડાટી બોલાવું. સાંજ પડે ને પછી કેશુબાપાનો મને ફોન આવે કે, દીકરા તું બોલ્યો બહુ સારું, પણ તે આ શબ્દની જગ્યાએ આ શબ્દનો પ્રયોગ કર્યો હોત તો? એમ આજે આપણે સૌએ વિચારવાની જરૂૂર છે.

સરદારના નામને ડસ્ટરથી ભૂંસવાનું કામ કરવા દેતા નહીં: પરેશ ધાનાણી
બાપ-દાદાઓ આપણને આ સરદાર જેવું નામ દઈને ગયા. સરદારે આપણા સૌના સ્વાભિમાનનું પ્રતીક છે અને સરદારના નામ ઉપર ક્યાંય કોઈ ડસ્ટર લગાડવાનું, નામને ભૂસવાનું કામ કરે કરવા દેતા નહીં, મેં આ ટેસ્ટર અડાડ્યું છે. વિનંતી કરવી છે આ સમાજના મંચ ઉપરથી કે, અહીંયા આવેલા બધાય રાજકીય આચળો ઘરે મૂકીને આવ્યા છીએ, સમાજનો અંશ છીએ. સમાજના ગૌરવ તરીકે એસ.પી.જી.ના મંચ ઉપરથી એક વિનંતી કરવી છે કે, આપણા બાપનું નામ યાદ રાખજો અને એની ચિંતા કરજો.

હવે મારે શું કરવાનું?: નીતિન પટેલ
મહેસાણામાં યોજાયેલા પાટીદાર મહાસંમેલનમાં પાટીદાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે તેમાં નીતિન પટેલ, પરેશ ધાનાણી અને ગોપાલ ઈટાલિયા જેવા ત્રણેય પાર્ટીઓના નેતાઓ એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા. સમાજના મંચ પરથી નેતાઓની આ ઉપસ્થિતિએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પાટીદાર મહાસંમેલનમાં નેતાઓ સંબોધન કરી રહ્યા હતા, નીતિન પટેલે એક હળવાશભર્યા અંદાજમાં એવી ટિપ્પણી કરી કે સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. નીતિન પટેલે કહ્યું હતું કે, “મારા કરતા ગોપાલ અને પરેશ માટે વધુ તાળીઓ પડી…હવે મારે શું કરવાનું?” નીતિન પટેલના આ નિવેદને સભાનું વાતાવરણ હળવું અને રોમાંચક બનાવી દીધું.