Site icon Gujarat Mirror

રૈયાધારે પ્રેમી સાથે વાત કરવાની ના પાડી બીજા પ્રેમીએ મહિલાને ધમકી આપી

રૈયા ધાર રાણીમાં રુડીમાં ચોક પાસે રહેતી રીનાબેન ગોવિંદભાઇ ખીમાભાઇ સોલંકી(ઉ.વ.35)એ પોતાની ફરિયાદમાં તેમના પ્રેમી કાનાભાઈ મકવાણાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
રિનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,આજથી આઠ વર્ષ પહેલાં મારા પતિ સાથે મારે માથાકૂટ થતાં હું ઘરેથી નીકળી ગયેલ અને એસટી બસ સ્ટેન્ડ પાસે ચાલી ગયેલ હતી અને ત્યારે મારે ત્યાં કાનાભાઈ મકવાણા સાથે ઓળખાણ થયેલ અને તેની સાથે પ્રેમ સંબંધ થયેલ અને અમો સાથે રહેતા હતા ત્યારબાદ મારે બે વર્ષ પહેલાં હાર્દિક અશોકભાઈ જોશી સાથે મિત્રતા થયેલ અને પ્રેમ સંબંધ થયેલ આ બાબતની જાણ કાના મકવાણા ને થતા અમો એકબીજાને ઓળખીએ છીએ અને છેલ્લા એક મહિનાથી આ કાના મકવાણાને હું હાર્દિક જોશી સાથે વાતચીત કરતી હોય તે ગમતું ન હોય જેથી અમારા ત્રણેય વચ્ચે બોલાચાલી થયેલ હતી.

આ કાનો મને ફોન કરી હાર્દિક સાથે બોલવાની ના પાડી મારી સાથે જેમ ફાવે તેમ બોલતો હોય જેથી મેં તેને આમ મારી સાથે બોલાચાલી કરવાની ના પાડેલ હતી ત્યારબાદ બપોરના બે વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતી ત્યારે મને મારા મોબાઈલમાં દેવાભાઈનો ફોન આવેલો અને જેમાં આ કાનાભાઈ મકવાણા મારી સાથે બોલાચાલી કરેલ અને મને ગાળો આપવા લાગેલ અને મને જો હું તેની સાથે નહીં બોલું તો મને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ હોય જેથી આ કાનાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version