ચોમાસાની વિદાયના કાઉન્ટડાઉન વચ્ચે 25 જિલ્લામાં વરસાદની ઘટ

11 તાલુકામાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ વધુ ચિંતાજનક સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ધીરે ધીરે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને શિયાળો પગરવ કરી…

11 તાલુકામાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ વધુ ચિંતાજનક

સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ધીરે ધીરે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને શિયાળો પગરવ કરી રહ્યો છે ત્યારે અલનીનોના પ્રભવના કારણે રાજ્યોમાં આ વર્ષે પુરતો વરસાદ પડયો નથી અને ખંડવૃષ્ટી થઇ હોવાથી આજની તારીખે રાજ્યમાં સરેરાશ 89.14 ટકા વરસાદ પડયો છે અને હજૂ 11 ટકા જેવી ઘટ છે. ચાર જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ પડયો છે જ્યારે 25 જિલ્લામાં વરસાદની ઘટ છે. વર્ષ 2025માં રાજ્યમાં સરેરાશ વરસાદ 103 ટકા (918 મી.મી.) પડયો હતો તેની સરખામણીએ આ વર્ષે 89.14 ટકા (810 મી.મી.) નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે. રાજ્યના કુલ 15 જિલ્લામાં વરસાદની ખાધ સાથે ચિંતાજનક સ્થિતિ છે.

જિલ્લા વાઇઝ વરસાદની સ્થિતિ જોઇએતો કચ્છમાં 57.80 ટકા, પાટણમાં 82 ટકા, બનાસકાંઠામાં 69.86 ટકા, વાવ-થરાદમાં 76.24 ટકા, મહેસાણામાં 80.36 ટકા, સાબરકાંઠામાં 61.11 ટકા, અરવલ્લીમાં 62.89 ટકા, ગાંધીનગરમાં 80.29 ટકા, વડોદરામાં 70.91 ટકા, છોટાઉદેપુરમાં 60.19 ટકા, પંચમહાલમાં 90.77 ટકા, મહિસાગરમાં 92.38 ટકા, દાહોદમાં 69.96 ટકા, સુરેન્દ્રનગરમાં 98.81 ટકા, રાજકોટમા 61.84 ટકા, જામનગરમાં 42.83 ટકા, દ્વારકા જિલ્લામાં 16.45 ટકા, પોરબંદરમાં 30.86 ટકા, જૂનાગઢમાં 67.65 ટકા, ગિર સોમનાથ 62.54 ટકા, અમરેલીમાં 87.46 ટકા, ભાવનગરમાં 95.70 ટકા, બોટાદમાં 91.60 ટકા, નર્મદામાં 90.63 ટકા, તાપીમાં 96.36 ટકા વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો 5.43 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે પોરબંદર, કચ્છ, જામનગર અને વાવ-થરાદમાં પણ ઓછો વરસાદ છે. 23-24 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસુ વિદાય લેશે અને સૂકા હવામાનની આગાહી છે.

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂૂ થઈ ગયું છે. અત્યારસુધી 31.78 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ વરસ્યો છે. હજુ રાજ્યના 25 જિલ્લામાં વરસાદની ઘટ છે અને 11 તાલુકા એવા છે જ્યાં 10 ઇંચ પણ વરસાદ હજુ નોંધાયો નથી.

22 સપ્ટેમ્બરની સ્થિતિએ દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 72 ટકા, પોરબંદરમાં 63 ટકા, જામગરમાં 48 ટકા, દાહોદમાં 40 ટકા, કચ્છ-સાબરકાંઠા-અરવલ્લીમાં 33 ટકા, જુનાગઢમાં 31 ટકા, ગીર સોમનાથમાં 27 ટકા સાથે વરસાદની સૌથી વધારે ઘટ છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં અત્યારસુધી સૌથી ઓછો 5.43 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય જિલ્લા કે જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે તેમાં પોરબંદર, કચ્છ, જામનગર અને વાવ થરાદનો પણ સમાવેશ થાય છે.

હવામાન વિભાગની આગામી 23-24 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસુ વિદાય લેશે અને આ સાથે 25થી સૌરાષ્ટ્ર-કચ્છમાં સુકા હવામાનની આગાહી પણ આજે જારી કરાઈ છે. જામનગર, કચ્છ પંથકમાં તો 23થી વરસાદી વિરામ સાથે સુકા હવામાનની શક્યતા છે.

જૂનમાં માત્ર 1.50 ઇંચ, ઓગષ્ટ મહિનામાં 3.75 ઇંચ વરસાદ પડ્યો
દક્ષિણ ગુજરાતના 20 તાલુકામાં 80 ઇંચથી વધુ વરસાદ છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત 12 તાલુકામાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે. રાજ્યમાં જૂન માસમાં માત્ર 1.50 ઇંચ, જુલાઈમાં 20.50 ઇંચ, ઓગસ્ટમાં 3.75 ઇંચ અને સપ્ટેમ્બરમાં 22 દિવસમાં અંદાજ 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, વરસાદના મહિના ગણાતા જૂન અને ઓગસ્ટમાં જે વરસાદ આવ્યો એટલો વરસાદના અંતિમ દિવસોમાં આવ્યો છે.