Site icon Gujarat Mirror

આઠ જિલ્લામાં વરસાદની આગાહી, ચાર જિલ્લામાં યલો એલર્ટ જારી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. આજે બીજી ફેબ્રુઆરીના રોજ સવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો આવ્યો છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગે આજની લેટેસ્ટ આગાહીમાં ગુજરાતના આઠ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી આપી છે. તો બીજી બાજુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમ પણ જણાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગના, અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભેજ અને પવનની દિશાને કારણે ઠંડી ઓછી થઈ છે. આ સાથે તેમણે આજે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, વડોદરા, ભરૂૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તો યલો એલર્ટ આપી છે. આ ચાર જિલ્લામાં વીજળી અને કડાકાભડાકા થવાની પણ આગાહી આપી છે.

આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આજે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારો અને મહીસાગર જિલ્લામાં હળવો વરસાદ વરસ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં માવઠું થયું હતુ. મોરવા રેણાં પંથકમાં ભરશિયાળામાં કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાગ વાદળો ઘેરાયા બાદ સંતરામપુર પંથકમાં હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું. જિલ્લા મથક લુણાવાડા સહિત મહીસાગરના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) એ સોમવારે પશ્ચિમ ઘાટના જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે કારણ કે પડોશી દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક ઓછા દબાણવાળી સિસ્ટમો અસ્તિત્વમાં છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ અને કેરળ દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં હાલમાં ઓછા દબાણવાળા ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. વધુમાં, કોમોરિન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં વધુ એક ઓછા દબાણવાળા ચક્રવાતી પરિભ્રમણની રચના થઈ છે. આ હવામાન પરિસ્થિતિઓ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં હવામાન પેટર્ન પર નોંધપાત્ર અસર કરશે તેવી અપેક્ષા છે.
આ સિસ્ટમો પશ્ચિમ ઘાટના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ લાવશે તેવી અપેક્ષા છે. એ નોંધવું જોઈએ કે અગાઉ, બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વિક્ષેભોએ ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનને ખોરવી નાખ્યું હતું.

Exit mobile version