ગાઢ ધુમ્મસના કારણે રેલવે સેવા પ્રભાવિત, કેટલીય ટ્રેનો મોડી

દેશની રાજધાની દિલ્હીમાં ધુમ્મસનો કહેર શરૂૂ થયો છે. બુધવારે (25 ડિસેમ્બર) ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. આજે પણ એટલે કે 26મી ડિસેમ્બરે…

દેશની રાજધાની દિલ્હીમાં ધુમ્મસનો કહેર શરૂૂ થયો છે. બુધવારે (25 ડિસેમ્બર) ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. આજે પણ એટલે કે 26મી ડિસેમ્બરે દિલ્હી ગાઢ ધુમ્મસમાં લપેટાયેલું છે. તેની અસર ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે. ભારતીય રેલ્વેના નવીનતમ અપડેટ મુજબ, ગાઢ ધુમ્મસને કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી 18 ટ્રેનો મોડી ચાલી રહી છે. તેમાં અવધ-આસામ એક્સપ્રેસ, લખનૌ મેલ અને સત્યાગ્રહ એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે. રેલવેએ મોડી દોડતી ટ્રેનોની યાદી જાહેર કરી છે.

જોકે દિલ્હી એરપોર્ટના અધિકારીઓનું કહેવું છે કે એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી છે પરંતુ તમામ ફ્લાઈટ્સ સામાન્ય રીતે ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે 25 ડિસેમ્બરે કેટલીક ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી.
હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે 26 થી 28 ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં મોડી રાત્રે અને સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસ રહેશે. આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે અને સાંજે અથવા રાત્રે હળવા વરસાદની શક્યતા છે.

આજે પણ સ્થિતિ એવી જ છે. સવારે 6 વાગ્યાના અપડેટ મુજબ, આજની સરેરાશ અચઈં ખૂબ નબળી શ્રેણીમાં 343 નોંધવામાં આવી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, દિલ્હીની હવાની ગુણવત્તા સતત ત્રીજા દિવસે ખૂબ જ નબળી શ્રેણીમાં રહી, અગાઉ તે નસ્ત્રગંભીરસ્ત્રસ્ત્ર શ્રેણીમાં હતી.