રેલવે પોલીસે 2.35 લાખનો ગુમ થયેલ સામાન પરત આપ્યો

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) એ ફેબ્રુઆરી મહિનામાં વિવિધ અભિયાનો હેઠળ મુસાફરોની સુરક્ષા, સહાયતા અને રેલવે સંપત્તિના રક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત…

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) એ ફેબ્રુઆરી મહિનામાં વિવિધ અભિયાનો હેઠળ મુસાફરોની સુરક્ષા, સહાયતા અને રેલવે સંપત્તિના રક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
આરપીએફએ ઓપરેશન અમાનત હેઠળ મુસાફરોનું અંદાજે ₹2.35 લાખ મૂલ્યનું ગુમ થયેલું સામાન પરત આપ્યું, જ્યારે રેલવે સંપત્તિ ચોરીના કેસોમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઉપરાંત અનધિકૃત ચેન પુલિંગના 21 કેસોમાં કાર્યવાહી કરતાં ઓપરેશન નન્હે ફરિશ્તે હેઠળ 5 બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મિલાવ્યા.

સેવા હી સંકલ્પ અંતર્ગત આઈજી-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્ત અજય સદાનીના માર્ગદર્શન તથા ડિવિઝનલ સુરક્ષા આયુક્ત, રાજકોટ કમલેશ્વર સિંહના દેખરેખ હેઠળ આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે પરિસર, મુસાફરો અને રેલવે સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

RPFદ્વારા 27 મુસાફરોનું લગભગ ₹2,35,867 મૂલ્યનું ગુમ થયેલું સામાન શોધી કાઢીને સુરક્ષિત રીતે પરત આપ્યું. 5 બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને તેમના પરિવારજનોને સોંપ્યા હતા. રેલવે સંપત્તિ ચોરીના કેસોમાં 10 આરોપીઓને પકડી કાનૂની કાર્યવાહી કરવામાં આવી. અનધિકૃત ચેન પુલિંગના 28 કેસ નોંધાયા, જેમાંથી 21 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રેનો પર પથ્થરમારો કરનાર એક આરોપીને પકડી રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને પરિવારથી વિખૂટા પડેલા 2 વ્યક્તિઓને તેમના પરિવાર સાથે ફરી મળાવવામાં આવ્યા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા ઓપરેશન જનજાગરણ હેઠળ રેલવે સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. તેમાં પી.એ. સિસ્ટમ દ્વારા જાહેરાતો, બેનરો, ગ્રામ સરપંચો સાથે બેઠકઓ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ કાર્યક્રમોમાં રેલવે ટ્રેક પાર ન કરવા, ટ્રેનો પર પથ્થરમારો ન કરવા, નશાખોરીથી દૂર રહેવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા વિષયો અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા.

રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આરપીએફ ટીમની પ્રશંસા કરતાં જણાવ્યું કે, મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિનું રક્ષણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરપીએફ રાજકોટ ડિવિઝન મુસાફરોની સુરક્ષા, સહાયતા અને રેલવે સંપત્તિના રક્ષણ માટે સતત પ્રતિબદ્ધ છે.