Sports

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

Published

on

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ શુક્રવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા પહેલા તાત્કાલિક અસરથી રેલવેની નોકરીઓમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે જિંદની જુલાના વિધાનસભા બેઠક પરથી મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને મેદાનમાં ઉતાર્યા છે. વિનેશ ફોગાટે પણ ચૂંટણી પ્રચાર શરૂૂ કરી દીધો છે. પરંતુ હરિયાણામાં વિનેશ ફોગાટ ચૂંટણી લડવા અંગે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. રેલવેએ હજુ સુધી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. રેલવેએબંને કુસ્તીબાજોને કારણ બતાવો નોટિસ ફટકારી છે.


કુસ્તીબાજો વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા શુક્રવારે (6 સપ્ટેમ્બર 2024) કોંગ્રેસમાં જોડાયા છે. દિલ્હીમાં AICC મુખ્યાલયમાં, કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે કુસ્તીબાજ વિનેશ ફોગાટને 4 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં પાર્ટીના નેતા રાહુલ ગાંધીને મળ્યા બાદ ભારતીય રેલ્વે તરફથી કારણ બતાવો નોટિસ મળી છે. રાજીનામું સ્વીકારીને તેને એનઓસી ન આપે. ત્યાં સુધી તે ચૂંટણી નહીં લડી શકે. ઉત્તર રેલવેનું કહેવું છે કે કારણ બતાવો નોટિસ સર્વિસ મેન્યુઅલનો એક ભાગ છે, કારણ કે રેલવેના રેકોર્ડમાં તે હજુ પણ સરકારી કર્મચારી છે.


ઓલિમ્પિયન કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસમાં જોડાતા પહેલા શુક્રવારે ભારતીય રેલ્વેના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું, રેલ્વે અધિકારીઓએ વિનેશ ફોગાટને કારણ બતાવો નોટિસ મોકલી છે, તેનો એકમાત્ર ગુનો એ છે કે તે રાહુલ ગાંધીને મળી હતી. કેસી વેણુગોપાલે કહ્યું કે રેલવેએ રાજનીતિન કરવી જોઈએ અને વિનેશ ફોગાટને રાહત આપવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવી જોઈએ. રેલવે તેમના રાજીનામાનું કારણ જાણવા માંગે છે. રેલ્વેના નિયમો મુજબ, રેલ્વે કર્મચારીએ રાજીનામું આપ્યા પછી ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ આપવો જરૂૂરી છે.


તેથી, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ દ્વારા રાજીનામું મોકલ્યા પછી, કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે.રેલ્વેના નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી સેવામાં હોય ત્યારે રાજીનામું આપે તો તેને ત્રણ મહિનાની નોટિસ આપવી પડે છે, નહીં તો તે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દે છે. ત્રણ મહિનાનો નોટિસ પિરિયડ એટલા માટે રાખવામાં આવ્યો છે કે જો કોઈ પણ સમયે કર્મચારીને સેવામાં જોડાવાનું મન થાય તો તે પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે, પરંતુ જો તે તાત્કાલિક અસરથી રાજીનામું આપે તો આવી સ્થિતિમાં પાછું ખેંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version