જિલ્લામાં ભીમ અગિયારસ ઉપર જુગારના ત્રણ સ્થળોએ દરોડા, 22ની ધરપકડ

શાપર અને ગોંડલના વીજયનગર અને ઘોઘાવદરમાં પોલીસના દરોડા રાજકોટ ગ્રામ્ય પોલીસે ભીમઅગિયારસ ગોંડલ અને શાપર-વેરાવળ વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ સફળ દરોડા પાડી જુગાર રમતા 22…

શાપર અને ગોંડલના વીજયનગર અને ઘોઘાવદરમાં પોલીસના દરોડા

રાજકોટ ગ્રામ્ય પોલીસે ભીમઅગિયારસ ગોંડલ અને શાપર-વેરાવળ વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ સફળ દરોડા પાડી જુગાર રમતા 22 પુરુષ અને મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દરોડા દરમિયાન રોકડ રકમ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 1,13,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રથમ દરોડો ગોંડલના વિજયનગર વિસ્તારમાં આવેલી ખોડીયાર માતાજીની ધાબી પાસે પાડવામાં આવ્યો હતો. જુગાર રમતા અજય ઉર્ફે કુડલો માવજીભાઇ સોલંકી, માવજીભાઇ વિરજીભાઇ સોલંકી, ધરમભાઇ માવજીભાઇ સોલંકી, મનુભાઇ ભીમાભાઇ સોલંકી, ઉમેશભાઇ પ્રવિણભાઇ સોલંકી અને દિનેશભાઇ વજુભાઇ સોલંકીને ઝડપી લઇ કુલ રોકડા રૂૂ. 10,250 જપ્ત કરવામાં આવ્યા છે.

બીજો દરોડો શાપરની અનમોલ સોસાયટીમાં પાડવામાં આવ્યો હતો. જેમાં મહેશભાઇ જીવણભાઇ દાફડા, પારસભાઇ અતુલભાઇ બુધ્ધદે, કાનજીભાઇ ગીગાભાઇ પરમાર, કાળુભાઇ નાનજીભાઇ દાફડા અને અરવિંદભાઇ કાળાભાઇ ચાવડા ઉપરાંત ચાર મહિલાઓ નીતાબેન સોંદરવા, ગીતાબેન પરમાર, રમાબેન વેગડા અને રમાબેન પરમારને જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂૂ. 10,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ત્રીજો દરોડો ગોંડલના ઘોઘાવદર ગામે ધોળીધાર વિસ્તારમાં આવેલી જીવણબાપાની દેરી પાસે પાડ્યો હતો. જ્યાંથી હિતેશભાઇ બચુભાઇ સુરાણી, રજનિકભાઇ જશવંતભાઇ જેઠવા, દિવ્યેશભાઇ વિરજીભાઇ વિરડીયા અને હિતેશભાઇ કાનજીભાઇ મકવાણાને ઝડપી લેવાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂૂ. 47,300/-, એક ગ્રે કલરનું એક્ટિવા સ્કૂટર નંબર: જીજે 03-કેયુ-3198, કિંમત રૂૂ. ચાર નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 93,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ ત્રણેય બનાવો અંગે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.