રાષ્ટ્રીય

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘરે દરોડા, પોર્નોગ્રાફી કેસમાં EDની કાર્યવાહી

Published

on

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના રાજ કુન્દ્રાના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. સાંતાક્રુઝ સ્થિત અભિનેત્રીના ઘર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. EDના અધિકારીઓ 29 નવેમ્બરે એટલે આજે સવારે 6 વાગ્યે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચ્યા હતા. પોર્નોગ્રાફીના કેસમાં આ દરોડો પાડવામાં આવ્યો છે. જોકે, માત્ર રાજ કુન્દ્રા જ નહીં પરંતુ પોર્નોગ્રાફી કેસ સાથે જોડાયેલા અનેક લોકો પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ પહેલા પણ શિલ્પા શેટ્ટીના પતિની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે.

વર્ષ 2021માં રાજ કુન્દ્રા પર કથિત રીતે પોર્નોગ્રાફી કેસમાં સામેલ હોવાનો આરોપ હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા 2 મહિના સુધી જેલના સળિયા પાછળ રહ્યો અને આખરે સપ્ટેમ્બર 2021થી જામીન પર બહાર આવ્યો. ED અધિકારીએ કહ્યું કે રાજ કુન્દ્રાના ઘરની સાથે તેની ઓફિસ અને તેના સહયોગીઓ પર પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે રાજ કુન્દ્રા મોબાઈલ એપ વોટ્સએપ દ્વારા એડલ્ટ કન્ટેન્ટ સ્ટ્રીમ કરી રહ્યા હતા. રાજ કુન્દ્રાના ઘરે દરોડાનું કારણ પોર્નોગ્રાફીનું સર્ક્યુલેશન છે. EDની આ મની લોન્ડરિંગ તપાસ મોબાઈલ એપ્સ દ્વારા અશ્લીલ સામગ્રીના ઉત્પાદન અને વિતરણની તપાસ સાથે સંબંધિત છે.

મુંબઈ તેમજ ઉત્તર પ્રદેશમાં લગભગ 15 સ્થળોએ સર્ચ ચાલુ છે. મોબાઈલ એપ્સ ઉપરાંત અન્ય માધ્યમોની પણ શોધ કરવામાં આવી રહી છે. જો કે આ પહેલા પણ રાજ કુન્દ્રા EDની ચુંગાલમાં ફસાઈ ચૂક્યા છે. પોર્નોગ્રાફી ઉપરાંત, રાજ કુન્દ્રા હાલમાં અજય ભારદ્વાજ સાથે સંકળાયેલા બિટકોઈન ફ્રોડ સાથે પણ જોડાયેલા છે, આ કેસમાં તેમની સામે અલગથી મની લોન્ડરિંગ તપાસ ચાલી રહી છે. આ સિવાય જુહુમાં શિલ્પા શેટ્ટીની પ્રોપર્ટી સાથે જોડાયેલ ગેરકાયદેસર નાણાંનો મામલો પણ સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version