Site icon Gujarat Mirror

ધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે ખાણખનિજના દરોડા

લોડર અને ટ્રેક્ટર સાથે આશરે રૂૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો

ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાના આધારે ધ્રોલ-જોડિયા રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક લોડર અને એક ટ્રેક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ચારણ તેમજ પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું ઝડપાયું હતું. તપાસ દરમિયાન જીજે-10-સીઈ-5689 નંબરનું લોડર તથા જીજે-10-ડીઈ 6048 નંબરનું ટ્રેક્ટર સ્થળ પરથી કબજે લેવામાં આવ્યા હતા. લોડરના માલિક કરસનભાઈ ઘેલાભાઈ વરુ, રહે. ધ્રોલ, દ્વારા સાદી રેતીના જથ્થા અંગે કોઈપણ પ્રકારના આધાર-પુરાવા કે કાયદેસર પરવાનગી રજૂ કરી શકાઈ નહોતી.

જેથી સાદી રેતીનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહિત અને પરિવહન કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા ખાણ અને ખનિજ નિયમો મુજબ કાર્યવાહી કરીને રેતીનો જથ્થો તેમજ બંને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા બંને વાહનો સીઝ કરીને ધ્રોલ ખાતે આવેલ સોના સ્ટોન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન આશરે રૂૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહી ભૂસ્તરશાસ્ત્રી કચેરીની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં નૈતિક કણજારિયા સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી.

Exit mobile version