ગીર સોમનાથના ઉના પંથકમાં ત્રણ સ્થળે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા ઉના તાલુકાના ઓલવાણ ગામના સર્વે નં.100 પૈ 1 પૈ 2 તથા 100 પૈ 2 માં 01.00.00 હેક્ટર વિસ્તારમાં બિલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજની જાદવભાઇ રામભાઇ વાળાના નામની ક્વોરી લીઝની ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી.
આ તપાસ અન્વયે આ લીઝ વિસ્તારમાંથી 4,15,360 મે.ટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. આ લીઝમાં થયેલ ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ રૂૂ.20,93,41,440/- જેટલી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજા દરોડામાં જલારામ સ્ટોન ક્રશર, સર્વે નં.175 ના સરકારી વિસ્તારમાં સ્ટોક રજિસ્ટ્રેશન હોઇ, જેનું વર્ષ-2023 થી ઓનલાઇન એકાઉન્ટ લોક હતું. પરંતુ, તપાસ સમયે પ્રાથમિક દ્રષ્ટીએ જોતાં સ્ટોન ક્રશર પ્લાન્ટ કાર્યરત હોવાનું માલૂમ પડેલ હોવાથી ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ ખનીજનો ભરડિયો ચલાવતા હોય, જેની તપાસ કરતા સ્થળ પર સ્ટોકની માપણી કરવામાં આવી હતી.
જે મુદામાલની રકમ આશરે રૂૂ.85 લાખ અને ખનિજના જથ્થાની રકમ રૂૂ. 13.10 લાખ મળી કુલ રૂૂ 98.10 લાખ થતી હોય, જેની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રીજા દરોડામાં સહજાનંદ સ્ટોન ક્રશર, સર્વે નં.174 ના સરકારી વિસ્તારમાં સ્ટોક રજિસ્ટ્રેશન હોઇ જેનો તપાસ સમયે સ્થળ પર પડેલ બ્લેકટ્રેપ ખનિજના જથ્થાની માપણી કરવામાં આવી હતી. જે જથ્થામાંથી તેઓના ઓનલાઇન એકાઉન્ટના જથ્થામાંથી બાદ આપતા 3163.55 મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિનઅધિકૃત સંગ્રહ કરી નિકાસ કરેલ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેની રૂૂ.14,36,252/-ની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

