Site icon Gujarat Mirror

નવા રીંગ રોડ પર આવાસ કવાર્ટરમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો

શહેરના નવન રીંગ રોડ પર પરસાણાચોક પાસે આવેલા આવાસ યોજના કવાર્ટરમાં મહિલા સંચાલિત જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા બે મહિલા સહિત સાત શખ્સોને રૂા.21350ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ.વી.ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન નવા રીંગ રોડ પર પરસાણાચોક પાસે આવાસ કવાર્ટરમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગારધામ ચલાવતી મકાન માલિક ભાવિતાબેન મુકેશભાઇ વિષ્ણુસ્વામી ઉપરાંત સોનબેન સચીનભાઇ જોરા, હરેશ ઉર્ફે હરી વિહાભાઇ પલાડીયા, મનહર પ્રભુદાસ દેસાણી, સાગર ગોરધનભાઇ સરવૈયા, ક્રિપાંલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને હાર્દિક ભરતભાઇ દેસાણીને ઝડપી લઇ પટમાંથી રૂા.21350ની રોકડ કબજે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version