જામનગર શહેર પોલીસની સર્વેલન્સ સ્કોડ દ્વારા વિવિધ વિસ્તારોમાં કરાયેલા દરોડાઓ દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ સાત ગુના નોંધવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂૂ, દેશી દારૂૂ, કાચો આથો અને દેશી દારૂૂ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સીટી એ ડિવિઝન પોલીસે રણજીતસાગર રોડ પર જોગણી માતાજીના મંદિર પાસે દરોડો પાડી મયુરભાઈ હીરાભાઈ ભાટ્ટીને પાસ-પરમિટ વિના પાંચ બોટલ વિદેશી દારૂૂ સાથે ઝડપી પાડી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. જયારે બેડી રિંગ રોડ, નાયરા પેટ્રોલ પંપ સામે શિવમ હોટલ પાસે દરોડો પાડી મયુર કરશનભાઈ ભાટીયાને રૂૂ. 11,868ના ઇંગ્લિશ દારૂૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
તપાસમાં આ દારૂૂનો જથ્થો મહેશ હરધોળભાઈ વલાણીએ પૂરો પાડ્યો હોવાનું સામે આવતાં તેને પણ આરોપી બનાવી ફરાર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ડિફેન્સ કોલોની વિસ્તારમાં દરોડો પાડી મહેશ હરધોળભાઈ વલાણીને તેના માસાના મકાનમાંથી રૂૂ. 37,379ના વિદેશી દારૂૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. બાવરીવાસ ખુલ્લી ફાટક વિસ્તારમાં પોલીસે દરોડો પાડતા અનારોબેન બચરાજભાઈ ડાભીના ઝૂંપડામાંથી 15 લીટર દેશી દારૂૂ, 90 લીટર કાચો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.
જોકે આરોપી સ્થળ પરથી ફરાર મળી આવી હતી. સિદ્ધાર્થનગર બાવરીવાસ વિસ્તારમાં અન્ય દરોડા દરમિયાન ચાંદનીબેન કિશનભાઈ કોળીના ઝૂંપડામાંથી 10 લીટર દેશી દારૂૂ, 100 લીટર કાચો આથો અને દેશી દારૂૂ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. આ મહિલા પણ સ્થળ પરથી ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. સીટી બી ડિવિઝન પોલીસે રામેશ્વર ચોક વિસ્તારમાં જાહેર સ્થળેથી જયદીપસિંહ વિજયસિંહ જાડેજાને ચાર બોટલ વિદેશી દારૂૂ સાથે ઝડપી પાડી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. આ તમામ અલગ-અલગ કાર્યવાહીમાં પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધી મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર આરોપીઓ અનારોબેન બચરાજભાઈ ડાભી અને ચાંદનીબેન કિશનભાઈ કોળીની સાથે સંબંધિત તપાસ તથા શોધખોળ પણ ચાલુ રાખવામાં આવી છે.
