Site icon Gujarat Mirror

પટેલ નગરમાં કારખાનામાં દરોડો, કારખાનેદાર અને હાર્ડવેરના વેપારી સહિત છ શખ્સો જુગાર રમતાં ઝડપાયા

શહેરના પટેલ નગરમાં ભક્તિનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મુખ્ય આરોપી નીતીનભાઈ રમેશભાઈ સોરઠીયા (ઉ.વ. 30), જેઓ જોબવર્કનો વ્યવસાય કરે છે અને બજરંગ સોસાયટી શેરી નં-01, મવડી પ્લોટમાં રહે છે, તેમના કબજા હેઠળના કારખાનામાં આ જુગાર રમાતો હતો. બીજા આરોપી વિશાલ જગદીશભાઈ બેલદાર (ઉ.વ. 28) છે, જેઓ સોફા બનાવવાનું કારખાનું ધરાવે છે અને બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં-07 માં રહે છે. ત્રીજા આરોપી અંકિત જીતેન્દ્રભાઈ ખોખર (ઉ.વ. 25) ખાનગી નોકરી કરે છે અને કોઠારીયા મેઈન રોડ, હનુમાનજી મંદિર પાસે રામેશ્વર ગોલ્ડ સોસાયટીમાં રહે છે. ચોથા આરોપી રાકેશ રાજકુમાર રાવ (ઉ.વ. 35) મજૂરી કામ કરે છે અને કેવડાવાડી શેરી નં-22 માં રહે છે.

પાંચમા આરોપી હરેશભાઈ કાંતિભાઈ વાઘેલા (ઉ.વ. 35) પણ મજૂરી કામ કરે છે અને રામેશ્વર પાર્ક શેરી નં-02, આજીડેમ ચોકડી પાસે રહે છે. છઠ્ઠા આરોપી ધર્મેશભાઈ વલ્લભભાઈ સાવલીયા (ઉ.વ. 42) હાર્ડવેરના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ગુલાબનગર-1 માસ્ટર સોસાયટીમાં રહે છે. પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી નં-1 નીતીનભાઈએ પોતાના કબજા હેઠળના ’ખોડલ’ નામના કારખાનામાં, જે પટેલ નગર શેરી નં-05 પાસે આવેલા કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલું છે, ત્યાં અન્ય આરોપીઓને બહારથી બોલાવી જુગારની ક્લબ ચલાવતા હતા. આ શખ્સો ગંજીપાનાના પત્તા વડે ’તીન પત્તી’નો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી ગંજીપાનાના 52 પત્તા અને કુલ રૂૂપિયા 52,750/- ની રોકડ રકમ મળી આવી હતી. આગળની તપાસ પી.એસ.આઈ. જે.જે. ગોહિલને સોંપી છે.

Exit mobile version