ક્રાઇમ

ગુજસીટોક કેસમાંથી નામ રદ કરવા જયેશ પટેલ દ્વારા હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન

Published

on

આજે જસ્ટિસ સંદીપ ભટ્ટની અદાલતમાં સુનાવણી , ભારત સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા કોર્ટનું ફરમાન

સમગ્ર રાજયમાં ચકચાર જગાવનાર જામનગરના 2020 માં નોંધાયેલા અતિ ચકચારી એવા નગુજસીટોકથ કેસમાં હાલ એક નવો વણાંક આવ્યો છે, જયારે આ કેસના મુખ્ય આરોપી એવા જયસુખ ઉર્ફે જયેશ મુળજીભાઇ રાણપરિયા (પટેલ) દ્વારા પ્રભાબેન બેચરભાઇ બુસા મારફતે ગુજરાતની હાઇકોર્ટમાં ઉપરોકત્ત નગુજસીટોકથના કેસમાંથી પોતાનું નામ રદ્દ કરવા અંગેની ક્વોસીંગ પીટીશન નોંધાવી છે, અને આ અંગેની આવતીકાલે સોમવારના રોજ ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ સંદીપ ભટ્ટની કોર્ટમાં આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવશે.આ પીટીશનની મળતી વિગત પ્રમાણે, જામનગરમાં વર્ષ 2020માં જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.)ના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ મથકમા આરોપી જયસુખ ઉર્ફે જયેશ મુળજીભાઇ રાણપરિયા (પટેલ) વિરૂૂઘ્ધ ગુજસીટોક અને આઇપીસીની ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોકત્ત કેસના મુખ્ય આરોપી જયેશ પટેલ હાલ લંડનની જેલમાં હોય અને તેમના વિરૂૂઘ્ધ લંડનની અદાલતમાં ભારત સરકાર દ્વારા ભારત લાવવા માટે પ્રત્યાપર્ણનો કેસ ચાલી રહ્યો હોય, અને લંડનની કોર્ટમાં ભારત સરકારના વકિલ દ્વારા કોર્ટમાં એવું કહેવાયું છે કે, અમે જયેશ પટેલ વિરૂૂઘ્ધ ફકત્ત ચાર કેસ જ ચલાવવા માંગીએ છીએ, જે જામનગરના જુદા-જુદા પોલીસ મથકમાં તેમના વિરૂૂઘ્ધ નોંધાયેલ છે. ભારત સરકાર જયસુખ ઉર્ફે જયેશ મુળજીભાઇ રાણપરિયા (પટેલ) વિરૂૂઘ્ધ જે કેસ અહીંની અદાલતમાં ચલાવવા માંગે છે તેમાં નગુજસીટોકથના કેસનો કોઇ ઉલ્લેખ કે સમાવેશ નથી.જેથી હાઇકોર્ટમાં આ અંગે પીટીશન કરવામાં આવેલ છે કે, ઉપરોકત્ત કેસમાંથી મુખ્ય આરોપી તરીકે જયસુખ ઉર્ફે જયેશ પટેલનું નામ રદ્દ કરી નાંખવામાં આવે.અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003માં ભારત અને યુનાઇટેડ કીંગડમ વચ્ચે થયેલ સંધીના પ્રમાણે ઉપરોકત્ત નગુજસીકોટથનો કેસ જયેશ પટેલ ઉપર ચાલી ન શકે તેવું પણ આ પીટીશનમાં ગુજરાત હાઇકોર્ટનું ઘ્યાન દોરવામાં આવ્યું છે.ગુજરાત હાઇકોર્ટે આ પીટીશનનો સ્વીકાર કરીને આગામી તા.28.10.2024 ના રોજ સુનાવણી કરવાનો આદેશ કર્યો છે અને ભારત સરકારના લગત વિભાગને પણ તેમના વકિલ મારફત સુનાવણી વેળાએ પોતાનો જવાબ કે પક્ષ રજુ કરવા આદેશ કર્યો છે.


આ કેસ પહેલા જસ્ટીસ નીરઝર દેસાઇની અદાલતમાં ચાલવાનો હોય, પરંતુ હવે આ કેસની સુનાવણી જસ્ટીસ સંદીપ ભટ્ટ દ્વારા કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં આ પીટીશન જયેશ પટેલે પ્રભાબેન બેચરભાઇ બુસા મારફત કરવામાં આવી છે. આ કેસમાં તેમના તરફથી પ્રશાંત શર્મા રોકાયા છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે જયેશ પટેલ સામે ચાર કેસ ચલાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જેમાં ગુજસીટોકનો કેસ સામેલ નથી. આ અંગેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટે આગામી 28 ઓક્ટોબરના રોજ રાખી છે. હાઇકોર્ટે ભારત સરકારને પણ આ અંગે જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. જયેશ પટેલ હાલ લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ કેસમાં નવી દિશા મળતા જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આ મામલે નવી ચર્ચાઓ શરૂૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version