પંજાબ સિંગર દિલજીત દોસાંજે ગિરનાર પર્વતની સફર કરી

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની આધ્યાત્મિક ઊર્જાની આભાથી પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ પણ અંજાઈ ગયા છે. પોતાના જોશીલા અંદાજ અને સુપરહિટ ગીતોથી દેશ-વિદેશમાં કરોડો ચાહકોના દિલ…

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની આધ્યાત્મિક ઊર્જાની આભાથી પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ પણ અંજાઈ ગયા છે. પોતાના જોશીલા અંદાજ અને સુપરહિટ ગીતોથી દેશ-વિદેશમાં કરોડો ચાહકોના દિલ પર રાજ કરતા દિલજીત દોસાંઝે જૂનાગઢની મુલાકાત દરમિયાન ગિરનાર પર્વત પર જઈ પૂજા-અર્ચના કરી હતી. પોતાની આ મુલાકાતનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરતાં ગિરનારની મહત્તા અને પ્રાચીન ઇતિહાસને પણ ઉજાગર કર્યો છે.

દિલજીત દોસાંઝે બુધવારે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં તેઓ પોતાની ટીમ સાથે ગિરનારની યાત્રા કરતા જોવા મળે છે. ગિરનારનાં પગથિયાં ચઢીને ઉપર જવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ તેમણે રોપ-વેની સફર પણ માણી હતી. ત્યારબાદ મંદિર ખાતે પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ’શ્રી હનુમાન ચાલીસા’નો ટ્રેક મૂકીને તેમણે પોતાની આધ્યાત્મિક ભાવના પણ વ્યક્ત કરી હતી. દિલજીતે પોસ્ટના કેપ્શનમાં ગિરનાર પર્વતનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે, ગિરનાર પર્વત લગભગ 66 મિલિયન વર્ષ પહેલાં બન્યો હતો.