પ્રિયાંશ આર્યાની 37 બોલમાં 93 અને કુપર કોનોલીની 46 બોલમાં 87 રનની ઈનિંગ
આઈપીએલ 2026માં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સની ટીમ વિજયરથ પર સવાર છે. સીઝનના 29માં મુકાબલાને જીતીને પંજાબે પોતાના અજેય રહેવાના ક્રમને જાળવી રાખતા લખનઉ સુપર જાયન્ટ્સને 54 રને હરાવી દીધું હતું. પોતાના હોમ ગ્રાઉન્ડ મુલ્લાનપુરમાં રમાયેલા આ મુકાબલામાં પંજાબ કિંગ્સે પ્રિયાંશ આર્યા અને કૂપર કોનોલીની તોફાની અડધી સદીઓની મદદથી 254 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા પંતની ટીમ પૂરી ઓવર રમીને 200 રન સુધી જ પહોંચી શકી હતી. પંજાબની આ પાંચમી જીત છે, જ્યારે લખનઉને ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ટોપ પર રહેલી પંજાબ કિંગ્સ આ જીતની સાથે જ 10 પોઈન્ટનો આંકડો પાર કરનારી સીઝનની પ્રથમ ટીમ બની ગઈ છે.
સલામી બેટ્સમેન પ્રિયાંશ આર્યાની 37 બોલમાં 93 રનની અડધી સદીની ઇનિંગ અને કૂપર કોનોલી (87 રન) સાથે બીજી વિકેટ માટે 182 રનની ભાગીદારીથી પંજાબ કિંગ્સે ટીમને 250થી ઉપરના સ્કોર સુધી પહોંચાડીને મુકાબલાને પહેલાથી જ એકતરફી કરી દીધો હતો. પહાડ જેવા લક્ષ્યનો પીછો કરતા લખનઉના બેટ્સમેનોએ પૂરી કોશિશ કરી, પરંતુ સફળ થયા નહીં. દિલ્હીના 24 વર્ષના યુવા બેટ્સમેન પ્રિયાંશે પોતાની ઇનિંગ દરમિયાન નવ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાના કોનોલીની 46 બોલની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ હતા. માર્કસ સ્ટોઈનિસે ઇનિંગના અંતિમ બોલ પર રન આઉટ થતા પહેલા 29 રનનું યોગદાન આપ્યું હતું.
255 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી લખનઉએ 10 ઓવરમાં 100 રન બનાવી લીધા હતા અને 9 વિકેટ હાથમાં હતી. ટીમે ત્યારબાદ સતત વિકેટો ગુમાવી. કોઈ પણ બેટ્સમેન ફિફ્ટી લગાવી શક્યો નહીં. કેપ્ટન રિષભ પંતે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. એડન માર્કરમે 42 અને મિચેલ માર્શે 40 રનનું યોગદાન આપ્યું હતું. આયુષ બદોનીએ 35 રન બનાવ્યા હતા. માર્કો યાન્સેને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાખ અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.
એડન માર્કરામની 13મી ઓવર 32 રનમાં પડી
આઈપીએલ-2026ની સૌથી મોંઘી ઓવર બની
મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન LSGના ઓલરાઉન્ડર એડન માર્કરામે પંજાબની ઇનિંગની 13મી ઓવર ફેંકી. આ ઓવરમાં પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીએ આક્રમક બેટિંગ કરતા કુલ 32 રન બનાવ્યા. ખાસ વાત એ હતી કે આ ઓવરમાં પાંચ છગ્ગા ફટકારવામાં આવ્યા, જેના કારણે આ ઓવર ઈંઙક 2026 ની સૌથી મોંઘી ઓવર બની. ઓવરની શરૂૂઆત કૂપર કોનોલીએ કરી હતી, જેમણે પહેલા ત્રણ બોલમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ પ્રિયાંશ આર્યએ પણ હુમલો ચાલુ રાખતા બે વધુ છગ્ગા જોડી દીધા. આ રીતે કુલ પાંચ છગ્ગા સાથે બેટ્સમેનોએ બોલરને સંપૂર્ણ રીતે દબાવી દીધો. ઓવર પહેલાં પંજાબ કિંગ્સનો સ્કોર 147/1 હતો, જે આ ઓવર પછી સીધો 179/1 સુધી પહોંચી ગયો. એડન માર્કરામ સામાન્ય રીતે ઝ20 ક્રિકેટમાં વિશ્વસનીય બોલર તરીકે ઓળખાય છે, પરંતુ આ મેચમાં તેમની દરેક રણનીતિ નિષ્ફળ ગઈ. યોર્કર અને ઝડપ બદલવાના પ્રયાસો બેટ્સમેન સામે અસરકારક સાબિત થયા નહીં.

