મોરબીના સામાકાંઠા વિસ્તારમાં દારૂના વેચાણ ઉપર જનતા રેડ

મોરબીના સામાકાંઠે દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોવાથી સ્થાનિકો તોબા પોકારી ચુક્યા હોય અને પોલીસ મથકમાં અરજી કર્યા બાદ જનતા રેડ કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ…

મોરબીના સામાકાંઠે દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોવાથી સ્થાનિકો તોબા પોકારી ચુક્યા હોય અને પોલીસ મથકમાં અરજી કર્યા બાદ જનતા રેડ કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તો આ જનતા રેડ સમયે પોલીસના જવાનો પણ સાથે હોવાનું પીઆઈએ જણાવ્યું હતું.

મોરબી વિદ્યુત નગર સોસાયટી તેમજ હરિ પાર્ક સોસાયટી જવાના મુખ્ય રસ્તે દેશી દારૂૂનું ખુલે આમ વેચાણ ચાલુ છે જે શહેરના સર્કિટ હાઉસ સામે આવેલ છે તારીખ 8-5-2026 ના રોજ ઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ લેખિત અરજી આપી જણાવ્યું હતું કે દેશી દારૂૂના વેચાણને પગલે સોસાયટીની બહેન દીકરીઓ ત્યાંથી પસાર થવામાં ભય અનુભવે છે દારૂૂના નશામાં લોકો અપશબ્દો બોલતા હોય છે જે અરજી કર્યા બાદ સ્થાનિકોએ જનતા રેડ કરી હતી અને સ્થળ પરથી દેશી દારૂૂ મળી આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું અને પોલીસ કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતાં. જે મામલે બી ડીવીઝન પીઆઈ જે ડી સરવૈયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે રેડ સમયે પોલીસના જવાનો સાથે જ હતા ડી સ્ટાફના જવાનોએ રેડ કરી હતી અને સ્થાનિકોની રજૂઆતને પગલે દેશી દારૂૂનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.