જામનગરના શ્રાવણી લોકમેળાના બાકી પ્લોટ માટે બુધવારે ફરી જાહેર હરાજી

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. 1થી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના આયોજન અંતર્ગત અગાઉ બંધ કવર તથા…

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા. 1થી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના આયોજન અંતર્ગત અગાઉ બંધ કવર તથા ઓનલાઈન ટેન્ડર મારફતે વિવિધ પ્લોટ માટે ભાવ મંગાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક પ્લોટ માટે સિંગલ ટેન્ડર મળ્યા હોવાનું તેમજ કેટલાક પ્લોટ માટે કોઈ ભાવ ન મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત જે પ્લોટ માટે એકથી વધુ ટેન્ડર આવેલ હોય, પરંતુ કોઈ ટેન્ડર ટેકનિકલી ડીસ્કોલીફાઈ થવાથી સિંગલ ટેન્ડર થતા હોય તેની પણ જાહેર હરાજી થશે.

મેળાના રાઇડ સંચાલકો તેમજ અન્ય ધંધાર્થીઓને બાકી રહેલા પ્લોટની ફાળવણી ઝડપથી થઈ શકે અને તેઓ પોતાના વ્યવસાયનું આયોજન સમયસર કરી શકે તે હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા હવે બાકી રહેલા પ્લોટની જાહેર હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરાત મુજબ મશીન મનોરંજન, ચિલ્ડ્રન રાઇડ્સ, ખાણી-પીણીના સ્ટોલ, પોપકોર્ન સહિતના બાકી રહેલા પ્લોટ માટે જાહેર હરાજી યોજાશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક રાઇડ સંચાલકો તથા મેળાના અન્ય ધંધાર્થીઓ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાનો સંપર્ક કરી શકે છે. દરેક પ્લોટની અપસેટ પ્રાઇઝ, હરાજીની સામાન્ય શરતો તેમજ અન્ય જરૂૂરી વિગતો માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં ઓફિસ સમય દરમિયાન રૂૂબરૂૂ સંપર્ક કરવાનો રહેશે.

હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્લોટ ફાળવણીની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે, જેથી મેળાના ધંધાર્થીઓને પોતાના રાઇડ તથા સ્ટોલની તૈયારીઓ માટે પૂરતો સમય મળી રહે. મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની, અને મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખાની ટીમ દ્વારા મેળાની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા માટે આ હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે.