30મીએ આર્સનલ સામે ફાઈનલ રમશે PSG
પેરિસ સેન્ટ-જર્મેઇન 30મી મેએ હંગેરીના બુડાપેસ્ટમાં આર્સેનલ સામે યુઇફા ચેમ્પિયન્સ લીગની ફાઇનલ રમે એ પહેલાં એક મોટી ટૂર્નામેન્ટની ફાઇનલ જીતી લીધી છે. પેરિસમાં ફ્રેન્ચ લીગની જે ફાઇનલ રમાઈ એમાં પીએસજીએ કટ્ટર હરીફ લેન્સ સામે 2-0થી વિજય મેળવ્યો હતો. પીએસજીએ અગાઉ 13 વખત ફ્રેન્ચ લીગનું ટાઇટલ જીતી લીધું હતું અને આ એનું 14મું ટાઇટલ છે જે વિક્રમ છે. સતત પાંચમું ટાઇટલ જીતવા પીએસજીએ આ મેચ ડ્રો કરાવી હોત તો પણ ચેમ્પિયનપદ મળી ગયું હોત.
પીએસજી વતી ખ્વીચા ક્વારાત્સ્ખેલિયાએ 29મી મિનિટમાં ગોલ કર્યો ત્યાર બાદ 90 મિનિટ પછીના સ્ટોપેજ ટાઇમમાં ઇબ્રાહિમ ઍમ્બાયેએ ગોલ કર્યો હતો અને વન-સાઇડેડ મુકાબલામાં પીએસજીનો 2-0થી વિજય થયો હતો. પીએસજી હવે 30મી મેએ આર્સેનલ સામે ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં રમશે. સેમિ ફાઇનલમાં પીએસજીએ બાયર્ન મ્યૂનિકને 6-5થી અને આર્સેનલે ઍટલેટિકો મેડ્રિડને 2-1થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
