Site icon Gujarat Mirror

‘વેલકમ ટુ ધ જંગલ’ અક્ષયકુમારના સ્ટાઈલિશ અંદાજની યુવાનોમાં ચર્ચા

 

વેલકમ ટુ ધ જંગલ ના નવા પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને અક્ષયકુમાર ફરી એકવાર બોલીવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝ પૈકી એકમાં પુનરાગમન કરવા તૈયાર છે. તાજેતરમાં જાહેર કરાયેલા પોસ્ટરમાં અભિનેતા જંગલની પૃષ્ઠભૂમિ વચ્ચે સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળે છે. શાર્પ ફોર્મલ વેર અને ટિન્ટેડ સનગ્લાસિસ સાથેનો તેમનો લુક ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે.

ચાહકોનું ધ્યાન સૌથી વધુ અક્ષયકુમારની જાહેર થયેલી કોમિક સ્ટાઈલ અને સ્વેગ પર ગયું છે. તેમની બોડી લેંગ્વેજ, એટિટ્યુડ અને કોમિક-હીરો એનર્જી પહેલા આવેલી ’વેલકમ’ ફિલ્મોની યાદ અપાવે છે, જેના કારણે જૂના ચાહકોમાં નોસ્ટેલ્જિયા જોવા મળી રહ્યો છે. સાથે જ ’વેલકમ ટુ ધ જંગલ’ના વિઝ્યુઅલ્સ વધુ ભવ્ય અને મોટા સ્તરના લાગી રહ્યા છે. સ્લીક પ્રેઝન્ટેશનથી લઈને જંગલ-થીમ આધારિત સેટિંગ સુધી, નિર્માતાઓ ફ્રેન્ચાઇઝની ઓળખરૂૂપ ગોટાળાભરી કોમેડી જાળવી રાખીને વધુ મોટું મનોરંજન રજૂ કરવાની તૈયારીમાં હોવાનું જણાઈ રહ્યું છે. માત્ર પોસ્ટર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર લોકો તેની તુલના અગાઉની કલ્ટ કોમેડી ફિલ્મો સાથે કરવા લાગ્યા છે.

અહેમદખાનના દિગ્દર્શનમાં બની રહેલી ’વેલકમ ટુ ધ જંગલ’ આ વર્ષની સૌથી મોટી કોમેડી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. ફિલ્મમાં સુનિલ શેટ્ટી, પરેશ રાવલ અર્શદ વારસી, રવિના ટંડન, જેક્લિન ફર્નાન્ડિઝ, દીશા પટ્ટણી, લારા દત્તા અને તુષાર કપુર સહિત અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ’વેલકમ ટુ ધ જંગલ’ 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. નોસ્ટેલ્જિયા, હાસ્ય, એક્શન અને વિશાળ સ્ટારકાસ્ટના સંયોજનને કારણે ફિલ્મ પહેલેથી જ બોલીવૂડની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાં સ્થાન મેળવી રહી છે.

Exit mobile version