Site icon Gujarat Mirror

રાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

નવી દિલ્લી માં આયોજિત એ આઈ સમિટ માં યુવા કોંગ્રેસ ના હાસ્યસ્પદ વિરોધ પ્રદર્શન એ ફરી એક વાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ ની દેશ વિરુદ્ધ ની વિચારધારા પ્રદર્શિત કરી છે. જેના વિરોધ માં આજે જામનગર માં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શહેર ભાજપ કાર્યાલય પાસે કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચાર કરાયા પછી લાલબંગલા પાસે રેલી સ્વરૂૂપે પહોંચ્યા હતા. અને ત્યાં પણ વિરોધ પ્રદર્શિત કરી રાહુલ ગાંધી ની નીતિ દેશ વિરોધી ગણાવી હતી.ઉપરાંત રાહુલ ગાંધી ના પોસ્ટર સળગાવ્યા હતા.જોકે પોલીસે તે કાર્યક્રમ પૂરો કરવા આપ્યો ન હતો. આ કાર્યક્રમ માં શહેર ભાજપ ના અધ્યક્ષા બીનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા ,ભાજપ ના મહામંત્રીઓ આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યા માં જોડાયા હતા.

Exit mobile version