ગુજરાત
રાજકોટથી સિંગાપોર, મલેશિયા, દુબઈ, બેંગકોકની ફ્લાઈટ શરૂ કરવા પ્રપોઝલ
દિલ્હી અને મુંબઈની સવારની, ગોવાની વિમાની સેવા દૈનિક કરવા, કેપેસીટી વધારી સુરતની ફ્લાઈટ ઉદયપુર સુધી લંબાવવા માંગ
ઈન્દોર, ચેન્નઈ, કોલકાતા, જયપુર અને શ્રીનગરને રાજકોટ સુધી જોડવા રજૂઆત : રાજકોટ ચેમ્બરની એર કંપનીઓને દરખાસ્ત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહે તે માટે સરકારમાં રજુઆતો કરવામાં આવે છે. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ આશરે 25 લાખ જેટલી વસ્તી ધરાવતું શહેર છે. તેમજ ઈન્ડસ્ટ્રીયલ હબ ત2ીકે પણ ગણવામાં આવે છે ત્યારે રાજકોટ તથા તેની આસપાસ આશરે 1.25 લાખથી વધુ ખજખઊ એકમો આવેલા છે જેમાં ઓઈલ એન્જીન, કાસ્ટીંગ, બેરીંગ, ફોર્જીંગ, સબમર્શીબલ પમ્પ અને પાર્ટસ, કિચનવેર, હાર્ડવેર, ઓટોમોબાઈલ, ઈગઈ ઓટોમેશન, ગોલ્ડ-સિલ્વર-ઈમિટેશન જેવા અનેક પ્રોડકટનું ઉત્પાદન થઈ રહયું છે અને આતર રાષ્ટ્રિય સ્તરે નિકાસ પણ થઈ રહયું છે.
રાજકોટ શહેરની આસપાસ આશરે 100 કિ.મી.ની અંદર જામનગ2માં બ્રાસ પાર્ટસ, મોરબી સીરામીક હબ, પોરબંદરમાં ખાણ-ખનીજ અને મહાત્મા ગાંધીની જન્મ ભુમી, જુનાગઢ એગ્રીકલ્ચર અને ફુડ સ્પાઈસીસ, સુરેન્દ્રનગરામાં પોલ્ટ્રી વિગેરે જેવા ઔદ્યોગીક હબ તરીકે જાણીતા છે. જયારે દ્વારકા, સોમનાથ, ગિરનાર, ખોડલધામ વિરપુર જેવા અનેક ઔતિહાસીક અને પર્યટક થળોની દેશ વિદેશના લોકો મુલાકાત લેતા હોય છે.
આમ રાજકોટ તથા આસપાસના શહેરો ઔદ્યોગીક હબ તરીકે જાણીતા હોવાથી આયાત-નિકાસ પણ દિન પ્રતિદીન વધી રહયું હોય જેથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે.
તેમજ ઐતીહાસીક સ્થળોથી પથરાયેલ હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે ફલાઈટની કનેકટીવીટી વધા2વી ખુબ જ આવશ્યક છે. હાલમાં રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એ2પોર્ટ ખાતેથી 12 જેટલી ડોમેસ્ટીક ફલાઈટની ટ્રીપો ચાલી રહી છે તેમજ મહિને આશરે 90 હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહયા છે ત્યારે આટલી ટ્રીપ ખુબ જ ઓછી ગણાય. ખાસ કરીને રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી બન્ને શહેરો ખાતે મુસાફ2ી કરનાર વર્ગ ખુબ જ વધા2ે છે તો તેને ધ્યાનમાં રાખી રાજકોટ-દિલ્હી માટે સવા2ની 6:00 વાગે અને 9:00 વાગે દૈનીક ફલાઈટ તથા રાજકોટ-મુંબઈ માટે સવા2ની 6:30 વાગે અને રીર્ટન દૈનીક ફલાઈટ સાજે 8:00 વાગ્યાની તાત્કાલીક શરૂૂ કરવી ખુબ જ જરૂૂરી છે.
જેથી કરીને મુસાફરોને બિનજરૂૂરી રાત્રી રોકાણ ન કરવો પડે અને સમય તથા નાણાનો વ્યય નો થાય. વધુમાં મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી વધારાની ડોમેસ્ટીક ફલાઈટો જેવી કે, રાજકોટ થી ગોવા (જે હાલ સપ્તાહમાં દર ત્રીજા દિવસે ચાલે છે) તે દૈનીક કરવી, રાજકોટ-સુરત ફલાઈટને ઉદપુર સુધી લંબાવી મોટી કેપેસીટી સાથે શરૂૂ કરવી, રાજકોટ-ઈન્દોર, રાજકોટ-ચેન્નઈ, રાજકોટ-કોલકતા અને રાજકોટ-જયપુર-શ્રીનગરની ફલાઈટો શરૂૂ કરવી.
રાજકોટ હિરાસર ઈન્ટ2નેશનલ એ2પોર્ટ 52નું કાયમી ટર્મીનલ આશરે બે મહિનમાં પુર્ણ થઈ જશે તેમજ ઈન્ટરનેશનલ ફલાઈટો પણ શરૂૂ થશે ત્યારે રાજકોટ-દુબઈ, રાજકોટ-સિંગાપોર-મલેશીયા-બેંગકોક (ફારઈસ્ટ) ની ઈન્ટરનેશનલ ફલાઈટો તાત્કાલીક શરૂૂ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્વારા વિવિધ એ2લાઈન્સ કંપનીઓ જેવી કે, એર ઈન્ડીયા, ઈન્ડીગો, સ્પાઈસ જેટ, વિસ્તારા, એર એશીયા, એર ઈન્ડીયા એક્સપ્રેસ, અકાસા, એલાઈન્સ એરને આમંત્રીત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.