શહેરમાં ચાલુ વરસાદે ખાડા બૂરવા 4.45 કરોડના ખર્ચની દરખાસ્ત

રાજકોટમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે જાહેર માર્ગો પર ખાડાની સમસ્યામાંથી શહેરીજનોને છૂટકારો આપવા ત્રણેય ઝોનમાં જેટ પેચર મશીન દ્વારા ખાડા બુરીને પેચવર્ક કરવા માટે 17.75…

રાજકોટમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે જાહેર માર્ગો પર ખાડાની સમસ્યામાંથી શહેરીજનોને છૂટકારો આપવા ત્રણેય ઝોનમાં જેટ પેચર મશીન દ્વારા ખાડા બુરીને પેચવર્ક કરવા માટે 17.75 ટકા ઓન સાથેની રૂૂ. 4.45 કરોડના ખર્ચની દરખાસ્ત કમિશનર દ્વારા કરવામાં આવી છે. આવતીકાલે મળનારી બેઠકમાં અલગ અલગ 18 દરખાસ્તો અંગે ચર્ચા થશે.

રાજકોટમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે જાહેર રોડ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છવાઇ જાય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી જેટ પેચર મીશન દ્વારા ખાડાની સફાઇ કરીને પેચવર્ક કરવામાં આવે છે. આ મશીન દ્વારા કરાતી કામગીરીને કારણે વરસાદમાં પણ ફરીથી ખાડાં પડતાં નથી. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિશનર દ્વારા ત્રણેય ઝોનમાં આવા જેટ પેચર મશીન દ્વારા ખાડા બુરવાની કામગીરી કરવા દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્ત મુજબ મહાનગરપાલિકાનું મુળ એસ્ટિમેન્ટ રૂૂ.3 કરોડ 77 લાખના એસ્ટિમેન્ટ સાથેનું ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું આમાં એજન્સી દ્વારા 17.75 ટકા ઓન સાથેની બીડ રજુ કરવામાં આવી હતી. આમ કુલ 4 કરોડ 45 લાખના ખર્ચ સાથેનું આ કામ મંજૂર કરવા માટે કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગની બેઠકમાં વોર્ડ નં.18માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા, વોર્ડ નં.3માં નરસંગપરા, કીટીપરા તેમજ રમણિક આશ્રમવાળી શેરીમાં સી.સી. કરવાના તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ નાખવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા, વોર્ડ નં.8માં કાલાવડ રોડ અને નાના મવા રોડ વચ્ચેનાં બાકી રહેતા વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇનના ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાના તેમજ ડામર રોડ રીસ્ટોરેશન કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા, ત્રણેય ઝોન(ઇસ્ટ, સેન્ટ્રલ, વેસ્ટ)માં ચોમાસાની ઋતુ દરમ્યાન જેટ પેચર મશીન થી રસ્તા પરના પોટહોલ્સ રીપેરીંગ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા, વોર્ડ નં.7માં પ્રાઈવેટાઇઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા, રેસકોર્ષ સંકુલમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતેના ફૂટબોલ ગ્રાઉન્ડના જર્જરીત ટોઇલેટ બ્લોક તેમજ સ્ટોર રૂૂમ દૂર કરવા, વોર્ડ નં.9માં પામ યુનિવર્સ પાસે, મુંજકા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પાસે મુંજકા સાઇડ, આર્ષ વિદ્યા મંદિર પાછળની સાઇડ વોકળામાં રીટેઇનીંગ વોલ બનાવવા, વોર્ડ નં.7માં ધર્મેન્દ્ર રોડ પર આવેલ સર લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન કરવા, વોર્ડ નં.10માં પર્લ એવન્યુ મેઇન રોડ, ગુજરાત ગેસ લિમિટેડ ઓફિસની બાજુમાં અદ્યતન લાઈબ્રેરી બનાવવા, વોર્ડ નં.3માં ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર તથા વાલ્મિકી આવાસ પાસે બોક્સ કલ્વર્ટ બનાવવાના કામ, વોર્ડ નં.18માં જુદી જુદી જગ્યાઓએ પેવીંગ બ્લોક નાખવા, વોર્ડ નં.17માં પારડી રોડ પર ટી.પી.સ્કીમ નં.5 (રાજકોટ) એફ.પી.નં.242માં આવેલ રણછોડદાસ કોમ્યુનિટી હોલના પ્રથમ માળમાં રીનોવેશન કરી, લાયબ્રેરી બનાવવા વોર્ડ નં.8માં રૈયા રોડ, નિર્મલા રોડ, કાલાવડ રોડ, સહકારનગર રોડ વચ્ચેના વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાના તેમજ ડામર રોડ રીસ્ટોરેશન કરવા,વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વેરાવળ (જી.ગીર સોમનાથ) ખાતે કાર્યક્રમના આયોજન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારીઓ અને સુપરવાઈઝરી સ્ટાફને જરૂૂરી સાધન-સામગ્રી સાથે મોકલવાનો ખર્ચ મંજૂર રાખવા અંગે નિર્ણય લેવાશે આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી, અર્જન્ટ બિઝનેશ અંગે નિર્ણય લેવાશે.