નવું ઇલેક્ટ્રિક સ્મશાન બનાવાશે, રોડ-રસ્તા-ઓવરબ્રિજ-ક્ધવેશનલ સેન્ટર સહિતના કામો સૂચવાયા
મ્યુનિ.કમિશનરે રૂા.1860 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટિમાં રજૂ કર્યુ
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026 – 2027 માં 1860 કરોડના ખર્ચ વાળું અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી માં ચેરમેન નિલેશ કગથરા ને સુપ્રત કરવા માં આવ્યું હતું. પાણી વેરા માં સો રૂૂપિયા , ઉપરાંત ભૂગર્ભ ગટર ચાર્જ, ભો ભાડા , સ્ટ્રીટ લાઈટ ચાર્જ વગેરે માં કર વધારો કરવામાં આવ્યો છે જેનાથી રૂૂપિયા 9 કરોડ 10 લાખ ની વધારા ની આવક થશે. ઉપરાંત શહેર માં અનેક નવા વિકાસ કાર્યો માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.
જામનગર મહાનગ પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે ચેરમેન નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં કમિશનર દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે રૂૂપિયા 1860 કરોડ ના ખર્ચ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં ઉઘડતી પુરાંત રૂૂ.403.19 કરોડ, મહેસુલી આવક માં સ્વભંડોળ ની આવક 398.15 કરોડ અને ગ્રાન્ટ ની આવક 144. 05 કરોડ , કેપિટલ સ્વભંડળ ની આવક 116.20. કરોડ, કેપીટલ ગ્રાન્ટ આવક રૂૂ.1008.40 કરોડ , અનામત આવક રૂૂ. 70.50 કરોડ અને એડવાન્સ આવક 7.10 કરોડ મળી કુલ 1744.40 અને ઉઘડતી સિલક સહ રૂૂ.2147.59 કરોડ ની આવક સામે મહેસુલી ખર્ચ માં સ્વભંડોળ ખર્ચ રૂૂ.474.09 કરોડ અને ગ્રાન્ટ ખર્ચ રૂૂ.89.01 કરોડ, કેપિટલ સ્વભંડોળ ખર્ચ રૂૂ.77.90 કરોડ, કેપિટલ ગ્રાન્ટ ખર્ચ રૂૂ.1158.40 કરોડ ,. અનામત ખર્ચ 55 .20 કરોડ, એડવાન્સ ખર્ચ રૂૂ.5.40. કરોડ મળી કુલ રૂૂ.1860. કરોડ ખર્ચ અને બંધ પુરાંત રૂૂ.287.59 કરોડ દર્શાવાઈ છે.
પ્રાથમિક સુવિધા ના કામો પૈકી પાણી પુરવઠા ના રૂૂ.87 કરોડ ના કામો શરૂૂ કરવામાં આવ્યા છે જેમાં હાલ સુધીમાં રૂૂપિયા 62 કરોડ નો ખર્ચ થયેલ થયો છે. તેમાં મુખ્યત્વે નવા ભળેલા વિસ્તારોમાં 30 કી. મી. ની પાઇપલાઇન અને વાલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ નું કામ રાઈઝિંગ મેઈન પાઇપલાઇન નું કામ ,. નાઘેડી માં.30 એમએલડી ફિલ્ટર પ્લાન્ટ ઈએસ આર ,6 કિમી ની પાઇપ લાઇન ના કામનો સમાવેશ થાય છે. ગંદા ઘર વપરાશના પાણીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે રૂૂપિયા 100 કરોડ ના કામ પૈકી 100 કરોડ ના કામો પૂર્ણ થયા છે. શહેરના માર્ગોને રોશની થી સુશોભિત કરવાના રૂૂ. 2.30 કરોડ ના કામ પૈકી 1 કરોડ ના કામ પૂર્ણ થયેલ છે.
રીન્યુવેબલ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત સોલાર પેનલ ફીટીંગ અને સોલાર એનર્જી જનરેશનના 6 કરોડ પૈકીના 3.83 કરોડ ના કામો પૂર્ણ થયા છે. લાલપુર બાઈપાસ જંકશન ઉપર સિક્સલેન એલિવટેડ બ્રિજ, ઠેબા.બાયપાસ બીજ, અને સમર્પણ બ્રિજ સૈનિક ભવન પાસે રેલવે ઓલ બ્રિજ અને રંગમાંથી નદી પર ફોરલેન રિવર બ્રિજ ના રૂૂપિયા 312.95 . કરોડના કામો પ્રગતિમાં છે. આ ઉપરાંત સ્પોર્ટ કોમ્પ્લેક્સ કામગીરી ઇ બસ ડેપો સહિતના કામો પૂર્ણ કર્યા હોવાનું બજેટમાં જણાવ્યું છે.
જ્યારે શહેરમાં નવું ઇલેક્ટ્રીક સ્મશાન બનાવવાની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાનું કામ પ્રગતિમાં છે. આગામી નાણાકીય વર્ષમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવાનો આયોજન દર્શાવાયું છે. જેમાં પાંચ મુખ્ય રસ્તાઓ ડામર કાર્પેટ, રૂૂપિયા 19.60 કરોડના ખર્ચે રેલવે અંડર બ્રિજ, ખંભાળિયા બાયપાસ જંકશન પાસે ફ્લાય ઓવર બ્રિજ , રીવર બ્રીજ , માઇનોર બ્રીજ સહિતના કામનો સમાવેશ થાય છે. ઉપરાંત શહેરમાં હાલે એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે જેમાં છ ઝોનમાં દૈનિક પાણી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે જ્યારે બાકી રહેતા ઝોન માં દૈનિક પાણી વિતરણ કરવા માટેનું આયોજન છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, સિટી લોજિસ્ટિક પ્લાન, લાઇબેરી આવાસ યોજનાના મકાનો, રાત્રી બજાર, મુખ્ય શાક માર્કેટ વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેર ની આગવી ઓળખ એવા દરબારગઢ, એક દાંડીઓ મહેલ, બર્ધન ચોક, માંડવી ટાવર વગેરે જેવા ઐતિહાસિક સ્મારકો ના રેસ્ટોરેશન અને ક્ધવેઝર્વેશન , હેલ્થ સેન્ટર, વગેરે નું પણ આયોજન કરાયું છે .
શહેરની હદ વધી છે અને દિનપ્રતિદિન વસ્તી વધારો થતો જાય છે ત્યારે લોકોને સુવિધા પૂરી પાડવા માટે વધારાના આર્થિક ઉપસ્થિત થયા હોય આજે કેટલાક કરદરમાં વધારો સૂચવાયો છે. જેમાં પાણી વેરામાં રૂૂપિયા 1400 ના બદલે રૂૂપિયા 1500 સુચવાયા છે. તેમજ ભો ભાડા 10 ટકા , કારખાના લાયસન્સ ફ્રી માં 10 ટકા, જાહેરાત ના દરમાં 10 ટકા. નો વધારો સૂચવાયો છે. તેમજ સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં રહેણાંક મિલકત માં રૂૂપિયા 25 ના બદલે રૂૂપિયા 50 , બિન મિલકતમાં 50 ના બદલે રૂૂપિયા 100 તથા ઇન્ડસ્ટ્રીયલ મિલકતમાં 100 ના બદલે રૂૂ.200 વસુલવા કરવામાં આવી છે તેવી જ રીતે ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જમાં રહેણાક માં 1200 ના બદલે 1500 જ્યારે બિનજરેણામાં 2500 ના બદલે 3000 વસુલવા સચવાયા છે.
રણમલ તળાવ અને એમ્યુઝમેન્ટ પાર્ક તથા રણજીતસાગર પાર્ક તથા સીટી મ્યુઝિયમની એન્ટ્રી ફી માં પાંચ રૂૂપિયા નો વધારો કરવા દરખાસ્ત કરાઈ છે તેમજ મ્યુઝીકલ ફાઉન્ટેન તથા લેઝર શોમાં 15 રૂૂપિયા નો વધારો કરવા દરખાસ્ત કરવામાં આવી છે .જ્યારે જોગિંગ અને વોકિંગ માટે ઇન ઇવનિંગ પાસમાં સો રૂૂપિયા નો વધારો દર્શાવાયો છે. સ્ટ્રીટ લાઈટના ઘરમાં પણ સો રૂૂપિયા નો વધારો સૂચવ્યો છે. આ કરદર.ની વધારા થી રૂૂપિયા 9 કરોડ 10 લાખ ની આવક વધશે. આમ જામનગર મહાનગર પાલિકા ના કમિશનર દ્વારા આગામી નાણાકીય વર્ષ નું અંદાજપત્ર આજે રજૂ થયું છે. હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેમાં સુધારા વધારા કરી ને મંજૂરી માટે સામાન્ય સભા માં રજૂ કરવામાં આવશે.
કરોડો રૂપિયાની વસુલાત બાકી
જામનગર મહાનગરપાલિકા ની તા.30/11/25 સ્થિતિ એ રૂૂ.102701.69 લાખ ની જવાબદારી દર્શાવાઈ છે.જ્યારે તા.26/1/26 ની સ્થિતિ એ રૂૂ.84888.64 લાખ ની વસૂલાત બાકી હોવા નું દર્શાવાયું છે. જામનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા ના રૂૂપિયા 550 કરોડ 90 લાખ 64 હજાર 245 ની વસૂલાત દિવસ બાકી છે. તેવી જ રીતે વોટર વર્કસ ની પણ રૂૂ.142 કરોડ 49 લાખ 78 હજાર ,637 ની બાકી વસૂલાત દર્શાવાઈ છે.
